Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

બેંગ્લોર ટીમ ઉપર રાજસ્થાન રોયલ્સની ૧૯ રને જીત થઇ

બેંગ્લોરમાં આજે ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૧મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર હાઈસ્કોરિંગ મેચમાં ૧૯ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ચાર વિકેટ ગુમાવીને ૨૦૧૭ રનનો જુમલો ખડક્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી સેમસને ૪૫ બોલમાં બે ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી અણનમ ૯૨ રન બનાવ્યા હતા. જ્યારે બેન સ્ટોકે ૨૭, બટલરે ૨૩ અને રહાણેએ ૩૬ રન બનાવ્યા હતા. ૨૦૧૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ક્યારે પણ મેચ જીતવાની સ્થિતિમાં દેખાઈ ન હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ ૫૭ રન બનાવ્યા હતા. ૨૦ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી કોહલીએ આ રન બનાવ્યા હતા. જો કે, મનદીપે ૨૫ બોલમાં અણનમ ૪૭ રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર પણ ૩૫ રન કરી શક્યો હતો. કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સનો હારનો સિલસિલો જારી રહ્યો છે. એક મેચમાં જીત સિવાય બાકીની મેચોમાં તેમનો દેખાવ નબળો રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય રોયલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આરઆરની ટીમે અગાઉની મેચમાં નિષ્ફળતાને પાછળ છોડીને આજે જોરદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને સેમસને ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી.

Related posts

आईसीसी रैंकिंग में कप्तान विराट के करीब पहुंचे रोहित शर्मा

aapnugujarat

मनरेगा मजदूरों को हर रोज मिलेंगे 250 रुपए

aapnugujarat

કોરિયન ઓપન સુપર સિરિઝ પર સિંધુનો કબજો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1