Aapnu Gujarat
રમતગમત

કોરિયન ઓપન સુપર સિરિઝ પર સિંધુનો કબજો

ભારતની સિલ્વર ગર્લ પીવી સિંધુએ કોરિયા ઓપન સુપર સીરીઝ પર કબજો જમાવી લેવામાં સફળતા મેળવી છે. આની સાથે જ સુંધુએ નવો ઇતિહાસ સર્જ્યો છે. બેડમિન્ટન સ્ટાર વર્લ્ડ નંબર ચાર ખેલાડી સિંધુએ આજે ફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર નવ ખેલાડી જાપાનની નોજોમી ઓકુહારાને એક કલાક અને ૨૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૨-૨૦, ૨૧-૧૧, ૨૧-૧૮થી જીત મેળવી હતી. આ જીતની સાથે જ ૨૨ વર્ષની સિંધુએ ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં એક નવી સિદ્ધી હાંસલ કરી હતી. ઇતિહાસ રચનાર સિંધુએ જાપાની શટલર સાથે પોતાનો બદલો પણ લીધો હતો. સિંધુને ઓકુહારાએ આ વર્ષે જ ઓગષ્ટ મહિનામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાર આપી હતી. આ જીતની સાથે જ બન્ને વચ્ચે થયેલી મેચમાં આંકડાના મામલે જાપાની ખેલાડીએ ૪-૩ની લીડ મેળવી હતી. સિંધુ કોરિયા ઓપન પર કબજો કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે. વર્ષ ૧૯૯૧માં શરૂ થયેલા આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ અગાઉ કોઇ પણ ભારતીય શટલરને આટલી મોટી સફળતા મળી ન હતી. સિંધુએ વર્ષની સાતમી સુપર સીરીઝ મુકાબલાની ફાઇનલમાં ઓકુહારાને હાર આપી હતી. પ્રથમ ગેમ ૨૨-૨૦થી જીતી લીધા બાદ બીજી ગેમમાં ઓકુહારાએ પ્રભુત્વ જમાવ્યુ હતુ. અને સિંધુએ આ ગેમ ૧૧-૨૧થી ગુમાવી દીધા બાદ નિર્ણાયક ગેમ રોમાંચક બની હતી. જેમાં જાપાની પડકારનો અંત લાવીને ભારતીય સ્ટારે જીત મેળવી હતી. સિંધુએ આ વર્ષે ત્રીજી ચેમ્પિયશીપ પર કબજો જમાવ્યો છે. સિંધુએ આ વર્ષે સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને ઇન્ડિયા ઓપન સુપર સીરિઝ પર કબજો કર્યો હતો. સિંધુએ કોરિયા ઓપન પર કબજો જમાવી લેવાની સાથે જ કેરિયરમાં ત્રીજી સૌથી મોટી ચેમ્પિયશીપમાં જીત મેળવી છે. આ અગાઉ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોરિયા ઓપન બેડમિન્ટન સેમીફાઇનલમાં ચીનની હી બિંગજિઆઓને હાર આપીને ફાઇનલમાં કુચ કરી હતી. આ પહેલા શનિવારના દિવસે કોરિયા ઓપનમાં સેમીફાઇનલ માટે એક શાનદાર મેચ જોવા મળી હતી. સિંધુની હરિફ ચીનની હી બિંગજિઆઓએ પણ શાનદાર રમત રમી હતી. સિંધુએ પ્રથમ ગેમ ૨૧-૧૦થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. જો કે બીજી ગેમમાં ચીનની ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી. બીજી ગેમ સિંધુ સામે ૧૭-૨૧ના અંતરથી જીતી લીધી હતી. ત્રીજી ગેમમાં બન્ને ખેલાડીઓએ એક એક પોઇન્ટ માટે ભારે મહેનત કરી હતી.
સેમીફાઇનલમાં શાનદાર રમત અને આક્રમક રમત મારફતે અંતે બાજી સિંધુએ મારી લીધી હતી. સિંધુએ ત્રીજી ગેમ ૨૧-૧૬ના અંતરથી જીતી લીધી હતી.ઓકુહારાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંધુના ગોલ્ડ મેડલ જીતવાના સપના પર પાણી ફેરી દીધુ હતુ. એ વખતે સિંધુ પર ઓકુહારાએ ૨૧-૧૯, ૨૦-૨૨, ૨૨-૨૦થી જીત મેળવી હતી.

Related posts

ન્યૂઝીલેન્ડના કૉલિન મુનરોએ ટી-૨૦ ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

aapnugujarat

मोटेरा स्टेडियम का 90% काम पूरा : २०२० की आईपीएल मैच के दर्शक मजा ले सकेंगे

aapnugujarat

After being ignored from World Cup, I became more positive to improve myself : Pant

aapnugujarat

Leave a Comment

UA-96247877-1