Aapnu Gujarat
ગુજરાત

મને અને મારા પતિના જાનને જોખમ છે : નલિયા સેક્સ કાંડની પીડિતાનો ધડાકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપની પ્રતિષ્ઠા પર કુઠારાઘાત કરનાર અને ભાજપને કાળુ કલંક લગાવનાર ચકચારી નલિયા સેક્સકાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. નલિયા ગેંગરેપની પીડિતાએ આજે અમદાવાદમાં આવી મીડિયા સમક્ષ કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. જે મુજબ, પીડિતા અને તેના પતિને જાનનો ખતરો છે અને જો તેઓને કંઇ થશે તો તેની તમામ જવાબદારી ભાજપ સરકાર અને આરોપીઓની રહેશે. પીડિતાના આ ઘટસ્ફોટના કારણે ચૂંટણીટાણે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચકચાર મચી ગઇ છે. પીડિતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અહીં આવી હતી પરંતુ ભુજ પોલીસે તેને મળવા જ ના દીધી. વળી, આ કેસમાં હજુ મુખ્ય આરોપી વિપુલ ઠક્કર નાસતો ફરે છે ત્યારે ભુજ પોલીસ તેને પકડવાને બદલે તેણીને બીજા લોકોને ફાટો બતાવી રહી છે. ભુજ પોલીસ દ્વારા તેને ઘણી હેરાનગતિ અને મુશ્કેલી સહન કરવી પડી રહી છે.પીડિતાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, આટલા સમય બાદ પણ તેણીને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી.
મહિલા આયોગે માત્ર રૂ.૨૦ હજારની સહાય કરી છે અને બાકીની સહાય માટે સરકાર પાસે જાતે જવા જણાવ્યું હતું. અમે સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાનો પ્રયાસ કરીએ છીએ પણ ભુજ પોલીસ અમને ત્યાં સુધી પહોંચવા જ દેતી નથી. ભુજ એલસીબીના માણસો સતત તેમની સાથે રહે છે. પીડિતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, મીડિયા સમક્ષ નહી આવવા માટે તેને અજાણ્યા નંબર પરથી કોઇએ મોબાઇલ કરી પાંચ લાખ રૂપિયાની ઓફર કરી હતી. તેને હવે લાગે છે કે, તેણી સિનિયર સીટીઝન થઇ જશે ત્યાં સુધી ન્યાય મળશે નહી. નલિયાકાંડની પીડિતાના આ ગંભીર આક્ષેપો અને ચોંકાવનારા ઘટસ્ફોટને લઇને ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચકચાર મચી ગઇ છે. એકબાજુ, ભાજપ આ કલંકિત કાંડને લોકોના માનસપટ પરથી ધોવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ચૂંટણી ટાણે જ નલિયા ગેંગરેપમાં ભોગ બનેલી પીડિતાના ચોંકાવનારા આક્ષેપોથી ભાજપની રાજનીતિ ચોક્કસ ડહોળાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

Related posts

ગુજરાતથી ભાજપના અગ્રણી વિવિધ રાજ્યોમાં પ્રચાર કરશે

aapnugujarat

નરેશભાઈની સલાહ અમે માનીને આગળ વધીએ છીએ : Hardik Patel

aapnugujarat

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પ્રવિણા ડી.કે એ પદભાર સંભાળ્યો

editor

Leave a Comment

UA-96247877-1