Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ ઉપર પાકિસ્તાનનો ફરીથી ભીષણ ગોળીબાર

જમ્મુ કાશ્મીરના અરણિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે અંકુશ રેખા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા રાતભર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરુપે એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. શરૂઆતમાં ભારતીય સૈનિકોએ સાવધાની રાખી હતી પરંતુ ગોળીબાર જારી રહેતા ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. જમ્મુમાં ઘાયલ થયેલા છ લોકોને જમ્મુમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકનું મોત થયું હતું. મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે. બીએસએફના અધિકારીએ માહિતી આપાત કહ્યું છે કે, અડધી રાતથી લઇને આજે સવાર સુધી ગોળીબારની રમઝટ જામી હતી. બીએસએફના ૬-૮ બીપીઓના વિસ્તારમાં અરણિયા સેક્ટરમાં ગોળીબાર અને તોપમારો કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ૬.૪૫ સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. છેલ્લા બે દિવસમાં અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની દળો દ્વારા ત્રીજી વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસની અંદર આંતરરાષ્ટરીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને અવિરત ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે જેમાં એક બીએસએફ જવાન શહીદ થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ૧૫મી સપ્ટેમ્બરના દિવસે બોર્ડર સિક્યુરિટી ફોર્સનો જવાન જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં યુદ્ધવિરામ ભંગમાં શહીદ થયા હતા. બીએસએફ દ્વારા ગુરુવારના દિવસે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા જ્યારે બુધવારના દિવસે જમ્મુ અને પૂંચ જિલ્લામાં આઈબી અને અંકુશરેખા ઉપર પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા બિનઉશ્કેરણીજનક ગોળીબાર અને તોપમારામાં ત્રણ ભારતીય જવાનો ઘાયલ થયા હતા. આ વર્ષે પાકિસ્તાની સૈનિકો દ્વારા યુદ્ધવિરામ ભંગના બનાવમાં વધારો થયો છે. પહેલી ઓગસ્ટ સુધી પાકિસ્તાની સેના દ્વારા ૨૮૫ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો જ્યારે ૨૦૧૬માં આ સંખ્યા સમગ્ર વર્ષ દરમિયાન ૨૨૮ નોંધાઈ હતી. ભારતીય સેના દ્વારા આ આંકડા હાલમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની સૈનિકો દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવાનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડવાનો રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓનો ખાત્મો કરવા હાલમાં યાદી પણ જારી કરાય છે. અમરનાથ શ્રદ્ધાળુઓ પર કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં સામેલ રહેલા લશ્કરે તોયબાના કમાન્ડર અને હુમલાના માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હવે જમ્મુકાશ્મીરમાં સુરક્ષા દળોએ હાલમાં ખીણમાં સક્રિય રહેલા ખતરનાક ત્રાસવાદીઓની એક નવી યાદી જાહેર કરી હતી. આ પાંચ ખતરનાક ત્રાસવાદીઓની યાદી જારી કરવામાં આવ્યા બાદ તેમને મોતને ઘાટ ઉતારી દેવા માટેનુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

Related posts

कांग्रेस का प्रधानमंत्री मोदी पर तंज: पीएम केयर्स फंड को लेकर पूछे 10 सवाल

editor

दिल्ली में जीटीबी नगर मेट्रो स्टेशन के बाहर इ-रिक्शा चालक की पीट पीटकर हत्या

aapnugujarat

ટેકનોલોજીની સહાયતાથી પોલીસ વ્યવસ્થા મજબુત કરવાયોગી સરકારનું ધ્યાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1