Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકી ૮ની મૂડી ૬૨,૯૯૮ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૨૯૯૭.૭૩ કરોડનો વધારો થયો છે. એચડીએફસી અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસ અને એચયુએલ સિવાસ બાકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈટીસી, એસબીઆઈ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળામાં ૨૨૬૫૦.૫૫ કરોડ વધીને ૨૮૪૧૪૦.૩૬ કરોડ થઇ ગઇ છે. જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૯૫૭૯.૬૩ કરોડ વધીને હવે ૪૫૮૦૦૨.૪ કરોડ સુધી પહોંચી ગઈ છે. એસબીઆઈની માર્કેટ મૂડી ૭૬૩૯.૩૭ કરોડ વધીને હવે ૨૫૮૨૭૦.૯૫ કરોડ થઇ ગઇછે. ઇન્ફોસીસ અને આઈટીસીની માર્કેટ મૂડી ક્રમશઃ ૪૧૨૩.૦૧ કરોડ અને ૩૩૪૪.૫ કરોડ વધીન હવે બંનેની માર્કેટ મૂડી ૨૨૯૨૦૦.૬૨ કરોડ અને ૩૫૪૨૧૨.૯૭ કરડ થઇ ગઇ છે. આવી જ રીતે મારુતિની માર્કેટ મૂડી ૨૮૫૦.૧૨ કરોડ સુધીને વધીને ૨૩૦૨૪૩.૯૧ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે આરઆઈએલની માર્કેટમૂડી વધીને ૫૧૮૪૦૮.૦૪ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઓએનજીસીની માર્કેટ મૂડીમાં ૧૯૨.૫ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી હવે વધીને ૨૧૧૩૬૩.૩૮ કરોડ થઇ ગઇ છે. આની બિલકુલ વિરુદ્ધમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં ૧૫૬૦.૧૬ કરોડનો ઘટાડો થયો છ જેથી તેની માર્કેટ મૂડી હવે ઘટીને ૪૭૫૨૬૯.૭૫ કરોડ થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડની માર્કેટ મૂડી ઘટીને હવે ૨૪૯૮૦૦.૮૫ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટોપ રેન્કિંગની વાત માર્કેટ મુડીની દ્રષ્ટિએ કરવામાં આવે તો હવે આરઆઇએલ પ્રથમ સ્થાને છે. તે હવે ટીસીએસથી ખુબ આગળ છે.
છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૨૮૧ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં ૯૯ પોઇન્ટનો સુધારો થયો હતો.

Related posts

भारत को झटका, 2019-20 के लिए Fitch ने घटाया GDP अनुमान

aapnugujarat

एयर इंडिया बिक्री पर मंत्री समूह की अगुआई करेंगे अमित शाह

aapnugujarat

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું નિધન

editor

Leave a Comment

UA-96247877-1