Aapnu Gujarat
National

કેશોદને ઉડ્ડયન ક્ષેત્રની નવી ભેટ મળશે

ઉડ્ડયન ક્ષેત્રને પાંખો મળવાની છે. વાસ્તવમાં સરકારે આગામી 100 દિવસ માટે 8 લક્ષ્યો નક્કી કર્યા છે. જેમાં 4 નવા એરપોર્ટ અને છ નવા હેલીપોર્ટનો સમાવેશ થાય છે. તે જ સમયે, UDAN યોજના હેઠળ 50 નવા રૂટ પણ સામેલ કરવામાં આવશે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે જાહેરાત કરી હતી. સિંધિયાએ ‘UDAN’ યોજના હેઠળ આગામી 100 દિવસમાં 4 નવા એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાતના જુનાગઢના કેશોદખાતે પણ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે.તેમજ ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ અને ઉત્તરપ્રદેશના કુશીનગર ખાતે એરપોર્ટ બનાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં બે અને ઉત્તરાખંડમાં ચાર નવા હેલિપેડ બનાવવામાં આવશે. UDAN યોજનામાં આગામી 100 દિવસમાં 50 નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી ઓક્ટોબરમાં જ 30 નવા રૂટ શરૂ કરવામાં આવશે.

Related posts

કેરળમાં કુદરતનો કહેર, ૧૦થી વધુ મોત

editor

કેપ્ટન કૂલનો નવો લૂક સોશિયલ મીડિયામા છવાયો

editor

મૂંબઈમાં ત્રણ માસના ધૈયરાજસિંહને ZOLGENSMAનો ડોઝ અપાયો

editor

Leave a Comment

UA-96247877-1