Aapnu Gujarat
National

મૂંબઈમાં ત્રણ માસના ધૈયરાજસિંહને ZOLGENSMAનો ડોઝ અપાયો

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા રહેતા અને મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના વતની રાજદીપસિંહનો ત્રણ માસનો પુત્ર ધૈયરાજસિંહ જે SMA1(સ્પાઈનલ મસ્ક્યુલર એટોફી)નામની બીમારી છે.જે સ્થાયુઓને અસર કરે છે.જેની સારવાર માટેનુ ઇન્જેકશન ભારતમાં ઉપલબ્ધ નથી.અમેરિકાથી મંગાવુ પડે છે.પરિવાર પાસે આટલી બધી રકમની સગવડ ન હોવાથી તેમને લોકોને મદદ કરવા અપીલ કરી હતી.ધૈયરાજસિંહ રાઠોડની બિમારીને લઇને સમાચાર માધ્યમોમા અહેવાલો પ્રસિધ્ધ થયા.સાથે સાથે ઇમ્પેકટ ગૂરૂ એનજીઓ દ્રારા સોશિયલ કેમ્પેઇન ચાલ્યુ.ધૈયરાજને માત્ર પંચમહાલ મહિસાગર જ નહી પણ ગુજરાતના દરેક જીલ્લા તેમજ દેશ-વિદેશમાથી આર્થિક મદદ મળી.મહિસાગર જીલ્લાના ક્ષત્રિય સમાજના યુવાનોએ જાતે લોકોની વચ્ચે જઈ ધૈયરાજસિંહને મદદ કરવા અપીલ કરી.મીડીયા,સોશિયલ મીડીયા કેમ્પેઇન અને સેવાભાવી યુવાનોની મહેનત રંગ લાવતા આખરે ૧૬ કરોડ જેટલી રકમ ભેગી થઈ ગઈ.સરકાર દ્વારા ઈન્જેકશન પર લગાવાતો ટેક્સ માફ કરી દેવામા આવ્યો.બુધવારના રોજ મુંબઈમાં ઉત્તમ સારવાર માટે જાણીતી હિન્દુજા હોસ્પિટલ માટે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યા ZOLGENSMAનો ડોઝ અપાયો હતો.પરિવારના સભ્યોએ આર્થિક મદદ કરનાર સૌકોઈનો આભાર માન્યો હતો.

Related posts

એમએનએમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર હુમલો

editor

Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો..

aapnugujarat

देश के Golden Boy नीरज चोपड़ा को कभी इस बात के लिए चिढ़ाया जाता था

aapnugujarat

Leave a Comment

UA-96247877-1