Aapnu Gujarat
ગુજરાત

શિવ મંદિરોમાં છેલ્લા સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર શહેરના ચિત્રા ખાતે ભવનાથ મહાદેવ આવેલું છે શ્રાવણ માસના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટયું હતું ,વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.આજે અનેક વર્ષો પછી આવા સંયોગ જોવા મળે છે સોમવતી અમાસ અને શ્રાવણિયો સોમવાર  મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતા મહાદેવના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે સાથે સોમવતી અમાસ પણ છે હજારો વર્ષો બાદ આવા સંયોગ જોવા મળે છે આજના દિવસે દર્શન કરવાથી તમામ દુઃખ દૂર થાય છે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થયો હતો અને મહિનાનો છેલ્લો દિવસ પણ સોમવારે જોવાનો અનેરો સંયોગ છે આ વર્ષ ભક્તો ને પાંચ સોમવાર કરવાનો અનેરો લાભ મળ્યો છે આજે અમાસ ના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ શ્રાદ્ધ કર્મ ભૂખ્યાં અને દાન પૂર્ણ કરવાનું મહત્વ છે અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે આ દિવસે મંત્રજાપ અને વ્રત કરવાની પરંપરા છે અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને જળ ચઢાવવામાં આવે છે.

Related posts

કોંગીમાં સામેલ બદલ હાર્દિકને અલ્પેશ કથીરિયાના અભિનંદન

aapnugujarat

ખેડૂતને મહેનતના પૂરેપૂરા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : કૌશિક પટેલ

aapnugujarat

ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1