Aapnu Gujarat
ગુજરાત

મહેસાણાની ધાધુસણ ગ્રામ પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ

મહેશ આસોડિયા , મહેસાણા

મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકા ધાધુસણ ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું રાજ્યમાં ગામડાઓને શહેર સમકક્ષ સુવિધા મળી રહી છે. ગામડાઓ પાણી,વીજળી,રસ્તા સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓથી સજ્જ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણની વિશેષ કાળજી ગામડાઓમાં લેવાઇ રહી છે તેમ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે વઘુમાં જણાવ્યું હતું કે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ થકી ગામડાઓ સમૃધ્ધ બન્યા છે.ગામડાઓમાં ગ્રામપંચાયતના નવીન મકાન નિર્માણ થકી ગામની સુવિધામાં વધારો થયો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આરોગ્યની વિશિષ્ટલક્ષી યોજના મા કાર્ડ સહિત આયુષ્યમાન ભારત યોજના લોકો માટે આશિર્વાદરૂપ બની છે. દેશના કરોડો લોકોને આયુષ્યમાન ભારત યોજના તળે આવરી લેવાયા છે. મહેસાણા જિલ્લામાં લાખો લોકોને યોજનાનો લાભ મળ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગ્રામજનોની માંગણીને માન રાખીને સીસી રોડ બનાવી આપવાની જાહેરાત કરી હતી
નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત-સન્માન વિવિધ સામાજિક સંગઠનો દ્રારા કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસાણા તાલુકાના વિવિધ સરપંચો સહિત,સમાજ સંગઠનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું
ગ્રામપંચાયતના નવીન મકાન લોકાર્પણ પ્રસંગે સાંસદશ્રી શારદાબેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,અગ્રણી જશુભાઇ પટેલ,ઇન્ચાક્જ જિલ્લા વિકાસ અધિકારી વી.એમ.પ્રજાપતિ,પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ સહિતગામના સરપંચશ્રીઓ,અગ્રણી નાગરિકો,પ્રબુધ્ધ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

મહેસાણામા 38122 લોકોએ કોરોના વેકસીન લીધી

editor

અંધશ્રદ્ધાએ હદ પાર કરાવી:ઝાલોદના ધાવડિયામાં “તું ડાકણ છે, મારા છોકરાને ખાઈ ગઈ છે” તેમ કહી ચાર લોકોએ પથ્થરમારો કર્યો, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

aapnugujarat

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા ભાવનગર ડિવિઝનમાં ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કરાયુ

editor

Leave a Comment

UA-96247877-1