Aapnu Gujarat
ગુજરાત

મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની ખેડૂત એકતા મંચની માંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

     "ખેડૂત એકતા મંચ" ટીમ દ્વારા મજબૂત પુરાવા સાથે કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું જેમાં લખતર તાલુકાના અણીયાળી ગામે 13 વર્ષની દીકરી શાળામાં અભ્યાસ કરતી હોય એના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં કામ કરતી બતાવી પગારની રકમ ઉપાડી લેવામાં આવી, તેમજ જ્યાં એ જ ગામમાં ખેત તલાવડી આજ સુધી બની નથી ત્યાં પણ ઓનપેપર ખેત તલાવડી બતાવી 3 મસ્ટર બનાવી અને રકમ ચાઉ કરી જવામાં આવી. એવી જ રીતે ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે મૃત પામેલા વ્યક્તિ ના નામે જોબકાર્ડ ચલાવી કૌભાંડ આચરવામાં આવ્યું, આગળ જોઈએ તો મૂળી તાલુકામાં પણ ગઢડા ગામે ખોટી રીતે ઓન પેપર ખેત તલાવડી દર્શાવી મોટી રકમ ચાઉં કરી જવામાં આવી કેન્સર પીડિત વ્યક્તિ જેના નાકમાં હજુ સુધી નળીઓ છે. લિક્વિડ પર જીવી રહ્યો છે. તે વ્યક્તિને પણ કામ કરતો દર્શાવી રકમ ઉપાડી લેવામાં આવી. હદ તો ત્યારે થઈ કે કૌભાંડ બહાર આવ્યું ત્યારે રાતોરાત અધિકારીઓની મિલીભગતથી જેસીબી મશીનથી ખેત તલાવડી બનાવી દેવામાં આવી. એવી જ રીતે મૂળી તાલુકાનુ નવા રાયસંગપર ગામે ખોટા જોબ કાર્ડ બનાવી જોબ કાર્ડ ધારકોને કામ કરતા દર્શાવી ખોટી સહીઓ કરી રુ. 282000 હજાર જેવી માતબર રકમ બેન્કમાંથી ઉઠાંતરી કરવામાં આવી. ભોગ બનનાર છ વ્યક્તિ જિલ્લા કલેકટરને પણ રજુઆત કરી ચુકયા છે.

      ખેડૂત એકતા મંચની ટીમ દ્વારા 20 જુલાઈ અને 27 જુલાઈ જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ. ને બે વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કૌભાંડીઓ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરથી કૌભાંડ ઉજાગર કરનાર યુવાનોને આડકતરી રીતે ખોટા ગુન્હામાં ફસાવવાની ધમકીઓ મળી રહી છે.

Related posts

પાવીજેતપુર તાલુકામાં જાહેરનામાના ભંગ બદલ ૧૭ વ્યક્તિઓ સામે ગુનો દાખલ દાખલ કરાયો….

editor

रथयात्रा के कारण साध्वी को कोर्ट में उपस्थित न किया गया

aapnugujarat

હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1