Aapnu Gujarat
ગુજરાત

ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે : RAJNATH SINGH

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ ૭૫૦ મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાયા હતા. આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે. આ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે-તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું અને ચૂંટણી સુધી વ્યૂહ રચના કરીને ૨૭ વર્ષની સત્તા વિરોધીતાને મતોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જાે કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય, તો તેને કેવી રીતે દૂર કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક કેવડિયા કોલોની ખાતે શરૂ થઇ ગઇ છે, ત્યારે તેમાં ભાગ લેવા માટે વડોદરાથી ૨૫થી વધુ આગેવાનો કેવડિયા પહોંચી ગયા છે. કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોવાના અણસાર મળતા પ્રદેશ ભાજપની ઓફલાઈન કારોબારીની બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે કેવડિયા કોલોની ખાતે તારીખ ૧ સપટેમ્બરથી ત્રણ દિવસ માટે ભાજપના આગેવાનો હાજર રહેશે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ઉપરાંત ગુજરાતના કેન્દ્રના પાંચ મંત્રી પણ ઉપસ્થિત રહેનાર છે. આગામી વર્ષની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચર્ચા કરવા માટે આયોજિત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે વડોદરા ભાજપના ૨૫ થી વધુ આગેવાનો કેવડિયા કોલોની પહોંચ્યા હતા, જેમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ મહામંત્રીઓની સાથે રવાના થયા હતા. તો સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર એન.વી.પટેલ અને પૂર્વ ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ સાથે ગયા હતા અને મેયર કેયૂર રોકડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પૂર્વ સાંસદ બાળુ શુક્લ સાથે રવાના થયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-૨માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવરે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હશે. બે વર્ષમાં ભારતે ૧૭ હજાર કરોડની નિકાસ કરી છે અને વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે. ખરેખર ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ભાજપને સતત સફળતા મળી રહી છે, તેનું એકમાત્ર કારણ એ છે કે, ગુજરાતમાં પર્ફોમન્સનું પોલિટિક્સ છે. મુખ્યમંત્રી અને સંગઠનના લોકોએ એ કરી બતાવ્યું છે. હું સી.આર પાટીલ, વિજય રૂપાણીથી લઇને તમામ લોકોને હું તેનો શ્રેય આપુ છું. ભાજપની ગુજરાતની છબી આખા ભારતમાં જાેવા મળી રહી છે, જેનો શ્રેય તમામ કાર્યકર્તા ભાઇઓ-બહેનોને જાય છે.વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જાેડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે. આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત ૬૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. તમામને ભાજપના કારોબારી સભ્યોને ર્જીંઁની સૂચના અપાઈ છે. જેનું પાલન કરી રહ્યા છે.આ બેઠકમાં ભાગલેવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ કેવડિયા પહોંચી ગયા છે. આ બેઠકમાં ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.

Related posts

સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ

aapnugujarat

સેટેલાઈટ દુષ્કર્મ કેસ : સીબીઆઈને તપાસ સોંપવા પિતાની માંગણી

aapnugujarat

બાપુનગર, કૃષ્ણનગર, નવા નરોડામાં તડીપાર ધર્મેન્ડ્ર બારડ ગેંગનાં આતંકથી લોકો ત્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1