Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાબુલ એરપોર્ટના ૩ મુખ્ય દરવાજા પર તાલિબાનોએ મોરચો સંભાળી લીધો

(અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટના ત્રણ ગેટ અને અન્ય કેટલાક ભાગો પર પોતાનું નિયંત્રણ છોડી દીધું છે. આ સાથે આ વિસ્તારને તાલિબાનના લડાકૂઓએ પોતાના અંકૂશ હેઠળ લઈ લીધા છે. ટોલો ન્યૂઝે આ માહિતીની પુષ્ટી કરી છે. બીજી બાજુ અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે તેમના ડ્રોન હુમલામાં આતંકવાદી સંગઠન ૈંજીૈંજી-દ્ભના બે આતંકવાદી માર્યા ગયા છે. જ્યારે એક આતંકવાદી ઈજાગ્રસ્ત થયો છે.
અફઘાનિસ્તાનમાં હવે ૪ હજારથી ઓછા અમેરિકી સૈનિકો છે. અન્ય સૈનિકો તેમના દેશ પરત ફર્યાં છે. બે દિવસ અગાઉ અહીં ૫૮૦૦ સૈનિકો હતા. આતંકવાદી હુમલા બાદ અનેક સૈનિકો અમેરિકા પરત ફર્યાં છે. દરમિયાન અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં ૧ લાખ ૧૧ હજાર ૯૦૦ લોકોનું એરલિફ્ટ કર્યાંનો દાવો કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૦૦ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
આ અગાઉ કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પાસે એકવાર ફરી ફાયરિંગના સમાચાર સામે હતા. ફાયરિંગ પછી ત્યાં ભયની સ્થિતિ ઊભી થઈ હતી અને લોકોમાં અફરા-તફરીનો માહોલ જાેવા મળ્યો હતો. ટીયરગેસ પણ છોડવામાં આવ્યા હતા. આ અગાઉ ગુરુવારના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં ૧૭૦ લોકોના મોત થયા હતા, જેમા ૧૩ ેંજી સૈનિકનો સમાવેશ થતો હતો.
અમેરિકાએ એલર્ટ આપ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકવાદી હૂલમો થવાનું જાેખમ મંડરાઈ રહ્યું છે. અમેરિકાએ પોતાના નાગરિકોને જણાવ્યુ હતું કે તેઓ તાત્કાલિક એરપોર્ટ પરથી દૂર જતાં રહે, કારણ કે ૈંજીૈંજી ફરીથી હુમલો કરી શકે છે. અમેરિકી દૂતાવાસે જારી કરેલી ચેતવણીમાં કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ અને નોર્થ ગેટનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલાનું જાેખમ તોળાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે ચેતવણી આપી છે કે અમેરિકાના સૈનિકો કાબુલ છોડતાં પહેલાં આતંકવાદીઓ ફરી હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી જેન સાકીએ કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર તમામ સંભવિત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ જાેખમો વચ્ચે અમારા સૈનિકો લોકોને બહાર કાઢવાના મિશનમાં લાગેલા છે, પરંતુ આ મિશનના આગામી થોડા દિવસો વધુ જાેખમી રહેશે.
અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ૈંજીૈંજીના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જાેડાયેલા અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ૈંજીૈંજીના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે. યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં જાેખમ છે.
જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે તેનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને પકડી પકડીને મારવામાં આવશે. ૈંજીૈંજીના ખુરાસાન જૂથે કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી યુએસ પ્રમુખ જાે બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો વિશે જાણે છે અને તેમને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ યોગ્ય જવાબ આપવામાં આવશે. આના ૨૪ કલાકની અંદર અમેરિકાએ ૈંજીૈંજીના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે.
કાબુલ એરપોર્ટ પર તહેનાત અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે, પરંતુ અમેરિકાએ ૩૧ ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ પરનો કબજાે છોડવાનો છે.
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં ૧૭૦ લોકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં ૧૩ અમેરિકન સૈનિક પણ શહીદ થયા હતા તેમજ બ્રિટનના ૨ નાગરિકનાં પણ મોત થયાં હતાં, જ્યારે ૧૨૭૬થી વધુ લોકો ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરતાં વધુ લોકોમાં તાલિબાનનો ભય છે. ગુરુવારે સાંજે ૬ વાગે થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ નજીક આવેલા નાળામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. ઘાયલ લોકો સારવાર માટે નાળાના પાણીમાં તડપી રહ્યા હતા, પરંતુ શુક્રવારે એ જ નાળાની તસવીર કંઈક અલગ જ હતી. અહીં ફરીથી લોકોનાં ટોળાં ઊમટી પડ્યા છે. લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે કોઇપણ રીતે હાલમાં તો દેશ છોડવા માગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી. કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બંને નેતાઓએ આતંકી હુમલાની નિંદા કરી હતી અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોની સલામત વાપસી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Related posts

ડૉક્ટર બનવા માટે રશિયા-યૂક્રેન કેમ જાય છે ભારતીય વિદ્યાર્થીઓ, જાણો અસલી કારણ

aapnugujarat

યુકેમાં સૌથી મોટો ઘટસ્ફોટ, ૨૩ હજાર જેહાદીઓની ઓળખ, મેક્સિમમ લેવલનું એલર્ટ

aapnugujarat

हांगकांग पुलिस ने प्रदर्शनकारियों पर गोलियां चलायी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1