Aapnu Gujarat
Nationalઆંતરરાષ્ટ્રીય સમાચાર

ડૉક્ટર બનવા માટે રશિયા-યૂક્રેન કેમ જાય છે ભારતીય વિદ્યાર્થીઓ, જાણો અસલી કારણ

યૂક્રેનમાં 18 હજારથી વધારે ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેનું સૌથી મોટુ કારણ એ છે કે અહી મેડિકલમાં ભારત જેવી ગળાકાપ સ્પર્ધા નથી
ડૉક્ટર બનવાનું સ્વપ્ન

દેશમાં દર વર્ષે વિદ્યાર્થી NEETની પરીક્ષા આપે છે. જેમાંથી કેટલાક કટઓફ લિસ્ટમાં આવે છે પરંતુ તેમણે સરકારી મેડિકલ કોલેજમાં જગ્યા મળતી નથી. આવા વિદ્યાર્થીઓએ ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ખાનગી મેડિકલ કોલેજમાં એક કરોડ રૂપિયાથી વધારેની ફી ચુકવવી પડે છે પરંતુ દરેક કોઇ આટલી ફી ચુકવવામાં સક્ષમ હોતુ નથી અને તેમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન અધૂરૂ રહી જાય છે. સરકારી કોલેજમાં એડમિશન અપાવવાના નામ પર કેટલાક વિદ્યાર્થી ઠગનો પણ શિકાર બને છે.

સરકારી કોલેજનો ખર્ચ

જેમાંથી કેટલાક વિદ્યાર્થી યૂક્રેન, રશિયા, ફિલિપાઇન્સ અને બાંગ્લાદેશ જેવા દેશમાં જાય છે. ભારતની તુલનામાં આ દેશમાં ડૉક્ટરનો અભ્યાસનો ખર્ચ ઘણો ઓછો આવે છે. આ વાતનો ચોક્કસ આંકડો નથી કે દેશમાં અંડર ગ્રેજ્યુએટ લેવલ પર મેડિકલની કેટલી બેઠકો છે. કોચિંગ ઇંસ્ટીટ્યૂટ્સ અનુસાર દેશની સરકારી કોલેજમાં અંડરગ્રેજ્યુએટ લેવલ પર 40,000 બેઠક છે. જેમાંથી પાંચ વર્ષના એમબીબીએસ કોર્સ માટેની ફી 1 લાખ કરતા ઓછી હોય છે.

ખાનગી કોલેજમાં કેટલી બેઠક

દેશમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજ અને ડીમ્ડ યૂનિવર્સિટીમાં 60,000 બેઠક છે. આ ઇંસ્ટીટ્યૂટ્સ વાર્ષિક 18 લાખથી 30 લાખ રૂપિયાની ફી ચાર્જ કરે છે. પાંચ વર્ષના કોર્સ માટે આ રકમ 90 લાખથી 1.5 કરોડ રૂપિયા સુધીની હોય છે. દેશમાં મેડિકલની 1,00,000 બેઠક માટે 16,00,000થી વધારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે. કોચિંગ માટે પણ વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. તમિલનાડુ સરકાર દ્વારા રચાયેલી એક સમિતી અનુસાર કોચિંગ માટે સમૃદ્ધ પરિવારોના વિદ્યાર્થી 10 લાખ રૂપિયા સુધી ખર્ચ કરે છે.

રશિયામાં 20 લાખમાં બની જાય છે ડૉક્ટર

આ કારણ છે કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ડૉક્ટર બનવા માટે વિદેશમાં જાય છે. યૂક્રેન, રશિયા, કિર્ગીજસ્તાન અને કજાકસ્તાન આ વિદ્યાર્થીઓનું પસંદગીનું સ્થળ છે. હવે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ફિલિપાઇન્સ અને બાંગ્લાદેશમાં પણ જઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં ડૉક્ટર બનવાનો ખર્ચ 25થી 40 લાખ રૂપિયા છે. ફિલિપાઇન્સમાં એમબીબીએસ કોર્સનો ખર્ચ 35 લાખ અને રશિયામાં 20 લાખ રૂપિયા છે, જેમાં હોસ્ટેલનો ખર્ચ પણ સામેલ છે.

ડૉક્ટર બનવા માટે યૂક્રેન જ કેમ

સરકારી આંકડા અનુસાર યૂક્રેનમાં 18 હજારથી વધારે ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેનું સૌથી મોટુ કારણ એ છે કે અહી મેડિકલમાં ભારત જેવી ગળાકાપ સ્પર્ધા નથી. યૂક્રેનની મેડિકલ ડિગ્રીની માન્યતા ભારતની સાથે સાથે WHO, યૂરોપ અને બ્રિટનમાં છે. યૂક્રેનથી મેડિકલ કરનારા વિદ્યાર્થી વિશ્વના કોઇ પણ ભાગમાં પ્રેક્ટિસ કરી શકે છે. યૂક્રેનના કોલેજોમાં એમબીબીએસના અભ્યાસની વાર્ષિક ફી 4-5 લાખ રૂપિયા છે જે ભારતના મુકાબલે ઘણો ઓછો છે.

ડૉક્ટરોની કમી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના માનકો અનુસાર 1000 લોકો પર એક ડૉક્ટર હોવો જોઇએ પરંતુ ભારતમાં 1511 લોકો પર એક ડૉક્ટર છે. મહામારીના આ સમયમાં ડૉક્ટરની આ કમી ભારતને ભારે પડી શકે છે.

Related posts

અમેરિકાએ કહ્યું- અમે હાફિઝ સઇદને આતંકી માનીએ છીએ, પાકિસ્તાન તેના પર કેસ ચલાવે

aapnugujarat

પાકિસ્તાનમાં ૨ શીખોની ગોળી મારીને હત્યા

aapnugujarat

રાજસ્થાનમાં પહોચી ઓક્સિજન એક્સપ્રેસ

editor

Leave a Comment

UA-96247877-1