Aapnu Gujarat
રાષ્ટ્રીય

જરુર પડી તો ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને પણ મારશે : રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા હાલના સંકટ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાન પર ભારત પોતાની નીતિમાં બદલાવ કરી રહ્યુ છે.અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયા અને ભારતનુ ક્વાડ ગઠબંધન આ જ નીતિનો એક હિસ્સો છે.
તામિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજને સંબોધિત કરતા રાજનાથસિંહે કહ્યુ હતુ કે, ભારત સીમા પર પડકારોનો સામનો કરી રહ્યુ છે પણ લોકોને વિશ્વાસ છે કે, ભારતની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય.ભારત પોતાની જમીન પર આંતકનો ખાતમો કરશે અને જરુર પડી તો તેમની જમીન પર પણ જઈને હુમલો કરવાથી પાછળ નહીં હટે.તેમણે કહ્યુ હતુ કે, આજે દુશ્મન માટે આપણી સરહદની અંદર ઘુસવાની જરુર નથી રહી.તેઓ સરહદની બીજી તરફ રહીને પણ આપણા સુરક્ષા ઉપકરણોને નિશાન બનાવી શકે છે.ભારતના સુરક્ષા પડકારોમાં બદલાઈ રહેલી વૈશ્વિક સ્થિતિના કારણે વધારો થઈ રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, આ પડકારોને પહોંચી વળવા માટે આપણી તૈયારીઓને મજબૂત બનાવવાની જરુર છે.જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી દેશ વિરોધી શક્તિઓ દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.ભારતને પડકારો જાણે વારસમાં જ મળ્યા છે.આપણા પાડોશી દેશે પ્રોક્સી વોરનો સહારો લઈને આતંકવાદને તેની નીતિનુ અવિભાજ્ય અંગ બનાવી દીધુ છે.જાેકે મને એવુ કહેતા ખુશી થાય છે કે, આ પડકારોનો સામનો કરવા માટે ભારતે પોતાની સુરક્ષા નીતિઓમાં મોટા ફેરફારો કર્યા છે અને આતંકવાદ સામેના આપણા વલણને વધારે સક્રિય બનાવ્યુ છે.

Related posts

बिहार की धरती विश्व के सबसे बड़े शिक्षक महात्मा बुद्ध की धरती : रक्षामंत्री

editor

સાત રાજ્યોના ભાજપ પ્રમુખોની અમિત શાહને ચેતવણી, બીફ બેન પાર્ટીને ભારે નુકસાન કરાવશે

aapnugujarat

૨૦૨૦ સુધીમાં ગંગા સ્વચ્છ થઈ જશે : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1