Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાત રાજ્યોના ભાજપ પ્રમુખોની અમિત શાહને ચેતવણી, બીફ બેન પાર્ટીને ભારે નુકસાન કરાવશે

ભારતીય જનતા પાર્ટી માટે બીફનો મુદ્દો પૂર્વોતર ભારતમાં માથાનો દુખાવો બનતો જઈ રહ્યો છે. મેઘાલયના બે પાર્ટીના નેતાઓના બીફ મુદ્દે રાજીનામુ આપ્યા બાદ હવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત પહેલા અહીંના રાજ્યોના ભાજપના નેતાઓએ તેમના અધ્યક્ષને ચેતવણી આપી છે કે, બીફનો મુદ્દો પાર્ટીના રાજનીતિક હેતુઓ પર ભારે પડી શકે છે.બીજેપીના સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વોત્તર રાજ્ય પ્રમુખોના અનુસાર બીફના મુદ્દાથી પાર્ટીને નુકશાન પહોંચી શકે છે. બીજેપીની આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કીમના પ્રદેશ અધ્યક્ષોએ જણાવ્યુ કે, પૂર્વોત્તર રાજ્યોમાં બીફ પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ.બીફના મુદ્દે આસામ બીજેપીના અધ્યક્ષ રંજીત કુમાર દાસે જણાવ્યું કે, અધિસૂચનામાં બદલાવની જરૂર પડી શકે છે. નાગાલેન્ડ બીજેપીના અધ્યક્ષ વિસાસોલી લહોંગીએ કહ્યું કે, નાગાલેન્ડમાં લોકો માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. તેનાથી એવો મેસેજ જઈ રહ્યો છે કે, બીજેપી પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના વિરુદ્ધમાં છે. અમિત શાહ આવતા સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાતે જવાના છે.
નોર્થ ગારો હિલ્સ જિલ્લામાં બીજેપી અધ્યક્ષ બાચૂ મરાકે સોમવારે અને વેસ્ટ ગારો જિલ્લા અધ્યક્ષ બરનાર્ડ મરાકે મંગળવારે બીફ મુદ્દે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. બંને નેતાઓએ બીફને ગારો ખાનપાન સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બતાવતા આ મુદ્દે પાર્ટીનું સમર્થન કરવાના બદલે પાર્ટી છોડવું યોગ્ય ગણ્યું હુતું. બરનાર્ડ બરાકે પાર્ટી છોડતા કહ્યું કે, બીજેપી દ્વારા સાંપ્રદાયિક રાજનીતિ થોપવાનો અમને સ્વીકાર નથી.છેલ્લાં કેટલાક વર્ષોમાં બીજેપીએ પૂર્વોત્તર રાજ્યોમાં પોતાની પહોંચ વધારી છે.
આસામ, અરુણાચલપ્રદેશ અને મણિપુરમાં પાર્ટીની સરકાર છે. બીજેપી ૨૦૧૯ના લોકસભા ઈલેક્શનમાં પૂર્વોત્તરની તમામ ૨૪ સીટ જીતવાની આશા રાખે છે. સિક્કીમમાં દલાઈ લામાના પ્રભાવથી અનેક લોકો શાકાહારી થયા છે. પરંતુ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દળ બહાદુર ચૌહાણે કહ્યું કે, ખાનપાનની આદતો પર પ્રતિબંધ લગાવવો ન જોઈએ.

Related posts

૧૦ લાખ કરોડમાં હાઈસ્પીડ ટ્રેન કોરિડોર બનાવવા તૈયારી

aapnugujarat

લોકડાઉનની જાહેરાત થતા દિલ્હીમાં દારૂની દુકાને ભીડ જામી

editor

મુંબઇમાં કોરોના હોસ્પિટલમાં આગ ભભૂકી : ૧૦ના મોત

editor

Leave a Comment

UA-96247877-1