Aapnu Gujarat
ગુજરાત

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર શરૂ કરવા માંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા સુરેન્દ્રનગરમાં નારી સંરક્ષણ કેન્દ્ર બંધ હાલતમા છે તેને શરૂ કરવા માટે તાત્કાલીક તેની કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે સુરેન્દ્રનગર જિલ્લા સાસંદ અને મહિલા બાળ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી મહેન્દ્ર ભાઇ મુંજપરા સાહેબ ને તેમની ઓફિસ,જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા અખીલ ભારતીય માનવ અધીકાર નિગરાની સમિતી જિલ્લાના કાર્યકરી પ્રમુખ અલ્પાબેન સોનારા,મુકતાબેન મકવાણા, રંજનબેન પરમાર, ઉપ પ્રમુખ એસ. આર. કુરેશી, શહેર પ્રમુખ સાગર ચામડિયા, ઉપ પ્રમુખ સોમાભાઇ નાકિયા, અને સમાજ સેવક છનાલાલ કે બજવાનીય, વઢવાણ તાલુકા પ્રમુખ જયેશભાઇ ચૌહાણ, મહા મંત્રી પ્રતાપ ભાઇ પરમાર સહિત હાજરી આપી હતી
કેન્દ્રીય મંત્રી શ્રી મુંજપરા સાહેબ દ્વારા ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો
નારીકેન્દ્ર માટે તત્કાલીન કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવુ જણાવામાં આવ્યું હતું
હવે જોવાનું એ રહ્યું કે સુરેન્દ્રનગર ખાતે નારી કેન્દ્ર ક્યારે શરૂ થશે તેની ઉપર બધાની નજર રહેશે.

Related posts

૭૫ ન.પા.માંથી ૪૭ ભાજપ અને ૧૬ કોંગ્રેસના ફાળે

aapnugujarat

अहमदाबाद शहर में स्थित १.२५ लाख बिजली के खंभे नये रूप में देखने को मिलेगा : एलईडी लगेगी

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1