Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃત્તિ પખવાડીયાની ઉજવણી કરાશે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સમગ્ર વિશ્વમાં ૨૫ ઓગષ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા ઘ્વારા આ પખવાડીયા દરમિયાન ૨૦ જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
ચક્ષુદાનની પૂણ્ય પ્રવૃતિ ભાવનગરમાં સરસ રીતે ચાલી રહેલ છે. આ પ્રવૃતિ ૧૯૬૮ થી શરૂ કરાયેલ અત્યાર સુધીમાં કુલ ૫૦૯૦ વ્યકિતઓના કુલ ૧૦૧૮૦ ચક્ષુઓ દાનમાં મળેલ છે તથા ૧૧૭૩ દેહદાન પ્રાપ્ત થયેલ છે, ચક્ષુદાન– દેહદાનની આ ધનીષ્ઠ પ્રવૃતિ ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ કામગીરી ભાવનગરની છે અને તે બદલ દર વર્ષે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાને ગુજરાત રાજય શાખા તરફથી માનનીયશ્રી રાજયપાલના હસ્તે તથા માનનીયશ્રી આરોગ્ય પ્રધાનના હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવે છે.
ચક્ષુદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી નિમિતે તારીખ:૨૫ ઓગષ્ટ થી ૯ સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, વિવિધ શાળાઓમાં તથા જાહેર સર્કલો પર પોસ્ટર પ્રદર્શન, પત્રિકા વિતરણ તથા સંકલ્પ પત્ર ભરવાનો કાર્યક્રમ, સોશ્યલમીડીયા ધ્વારા જનજાગૃતિ અને વાર્તાલાપ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, દિવાનપરા, બાર્ટનલાઈબ્રેરીની સામે ભાવનગર ખાતે ૨૪ કલાક ચક્ષુદાન–દેહદાન અંગદાનની પ્રવૃતિ ચલાવવામાં આવે છે. રેડક્રોસના ફોન નં.૨૪૨૪૭૬૧, ૨૪૩૦૭૦૦ તથા હેલ્પ લાઈન નંબર- ૯૪૨૯૪૦૬૨૦૨ ઉપર જાણ કરવાથી રેડક્રોસમાંથી ડોક્ટર સાથેની ટીમ ચક્ષુદાન સ્વીકારવા આવે છે. અગાઉ ન નોંધાવ્યું હોયતો પણ કોઈ પણ સમયે મૃતકના પરિવારજનો ચક્ષુદાન માટે રેડક્રોસનો સંપર્ક કરી શકે છે. ચક્ષુદાનથી બે અંધ વ્યકિતને દુષ્ટિ મળે છે.
ભાવનગરમાં આ પ્રવૃીતઓ ૧૯૬૮ થી શ્રી.માનભાઈ ભટ્ટના માર્ગદર્શનથી સાથી કાર્યકરોએ શરૂ કરેલી. ૧૯૯૫ થી આ પ્રવૃતિ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આ પ્રવૃતિઓ ૨૪ કલાક ચલાવે છે. અને તે માટેના સંકલ્પ પત્રો પણ ભરવામાં આવે છે. સમગ્ર પખવાડીયા દરમીયાન વિવિધ કાર્યક્રમો ધ્વારા શહેર અને જિલ્લામાં ચક્ષુદાન જનજાગૃતિના સંદેશને ફેલાવવાનું કાર્ય કરવામાં આવશે. સમગ્ર રાજ્ય મા ચક્ષુદાન અને દેહદાન મા ભાવનગર રેડ ક્રોસ પ્રથમ ક્રમાંકે છે જે ને પ્રતિવર્ષ સન્માનવામાં આવે છે.

Related posts

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સત્તા

aapnugujarat

અમદાવાદમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારી અંતિમ તબક્કામાં

aapnugujarat

હાલોલ ભાજપમાં ડખા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1