Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ફોટાવાળી મતદાર યાદીના ખાસ સુધારણા અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃ દ્વારા મળતી માહિતી મુજબ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અન્વયે ૬૦ દસાડા (અ.જા), ૬૧ લીંબડી, ૬૨ વઢવાણ, ૬૩ ચોટીલા અને ૬૪ ધ્રાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગની ૧ જાન્યુઆરી, ૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરાવાનું થાય છે.

        જે અન્વયે મતદાન મથકદીઠ મતદારોની સંખ્યા ૧૫૦૦ થી વધારે હોય તથા જે તે મતદાન મથક જર્જરીત હાલતમાં હોય, શાળા બંધ હોવાથી કે અન્યત્ર સ્થળાંતર થવાથી કે અન્ય હેતુસર ઉપયોગ થવાથી મતદાન મથક તરીકે તેનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય તો મતદાન મથકનું સ્થળાંતર કરવાની ચૂંટણીપંચની સુચનાને ધ્યાને લઈ નવા મતદાન મથકની રચના કરવા બાબતે  ૬૦ દસાડા (અ.જા), ૬૧ લીંબડી, ૬૨ વઢવાણ, ૬૩ ચોટીલા અને ૬૪ ધ્રાંગધ્રાના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રીએ મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત તૈયાર કરી નવી સુધારેલ મતદાન મથકની યાદી નિયત કરેલ જાહેર સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાને નોંધ લેવા અને તેની સામે વાંધા સુચનો હોય તો દિન – ૭ માં સક્ષમ અધિકારીશ્રી પાસે રજૂ કરવા વધુમાં જણાવાયું છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

aapnugujarat

સાબરમતી જેલની મહિલા કેદીઓને રોજગારી મળશે

aapnugujarat

લોક ખોલવા બહાને કારીગરો ૧૦૦ તોલા સોનું લઇ પલાયન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1