Aapnu Gujarat
બિઝનેસ

ક્રિપ્ટો કરન્સીની વિશ્વમાં તેજી : બિટકોઈનના ભાવમાં વધારો

બિટકોઈનના ભાવમાં તાજેતરમાં જાેવા મળેલી એકધારી વૃધ્ધીની ચાલ આ પૂર્વે નવ મહિના અગાઉ જાેવા મળી હતી. આ સપ્તાહમાં અમેરિકામાં ફેડરલ રિઝર્વની મળનારી પરીષદ પર હવે ખેલાડીઓની નજર રહી હતી. બિટકોઈનના ભાવ વધી આજે ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા હતા. ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે તેજીની ચાલ આગળ વધતાં બિટકોઈનના ભાવ ઉછળી ૫૦ હજાર ડોલરની સપાટી કુદાવી ગયા હતા. બિટકોઈનના ભાવ આજે નીચામાં ૪૮૧૨૮થી ૪૮૧૨૯ ડોલર થયા પછી ભાવ ઉછળી ઉંચામાં ૫૦ હજાર ડોલર પાર કરી ૫૦૪૯૫થી ૫૦૫૦૦ ડોલર સુધી પહોંચી ૫૦૨૨૦થી ૫૦૨૨૫ ડોલર રહ્યા હતા. ઈન્વેસ્ટરોનું તથા ઈન્સ્ટીટયુશનલ બાઈંગ આજે વધ્યું હતું તથા ૩૩થી ૩૪ અબજ ડોલરના સોદા બિટકોઈનમાં થયા હતા. ભાવ વધતાં બિટકોઈનનું માર્કેટ કેપ ૯૨૩થી ૯૨૪ અબજથી વધી આજે ૯૪૪થી ૯૪૫ અબજ ડોલર થયાના નિર્દેશો વિશ્વબજારમાંથી મળ્યા હતા. વિશ્વબજારમાં આજે જાેકે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ ઘટયો હતો. સામે સોનાના ભાવ ઉછળી ઔંશના ૧૮૦૦ ડોલરની સપાટી વટાવી જતાં ક્રિપ્ટો બજાર પર તેની અસર વર્તાઈ રહી હતી. કોઈનવેઝ દ્વારા પણ બિટકોઈનની ખરીદી વધારવામાં આવ્યાના નિર્દેશો હતા. બિટકોઈનના ભાવમાં ૫૦ હજાર ડોલરની સપાટી પાર થતાં હવે ૫૫ હજાર ડોલરના ભાવ પર ખેલાડીઓની નજર મંડાઈ છે. માર્કેટ કેપ આગળ ઉપર વધી ૧૦૦૦ અબજ ડોલરને આંબી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. એક્સઆરપીમાં આજે ૫.૪૫થી ૫.૫૦ અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા ભાવ વધતાં માર્કેટ કેપ ૧૨૪થી ૧૨૫થી વધી ૧૨૬થી ૧૨૭ અબજ ડોલર થયું હતું. બિટકોઈનમાં જુલાઈ મહિનાના નીચા ભાવથી ગણતાં અત્યાર સુધીમાં ભાવ ૭૧થી ૭૨ ટકા ઉછળ્યા વિવિધ ક્રિપ્ટો કરન્સીઓની કુલ માર્કેટ કેપમાં ચાર સપ્તાહમાં આશરે એક ટ્રીલીયન ડોલરની વૃધ્ધિ થઈ ગઈ હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મિડકેપ ઈથેરના ભાવ આજે નીચામાં ૩૧૩૧થી ૩૧૩૨ ડોલર થયા પછી ુંચામાં ભાવ ૩૩૭૬થી ૩૩૭૭ થઈ ૩૩૬૬થી ૩૩૬૭ ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે ૨૧થી ૨૨ અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ ૩૮૪થી ૩૮૫ અબજથી વધી આજે ૩૯૩થી ૩૯૪ અબજ ડોલર નોંધાયું હતું. સ્મોલ કેપ એક્સઆરપીના ભાવ આજે નીચામાં ૧૧૮થી ૧૧૯ સેન્ટ તથા ઉંચામાં ૧૩૦થી ૧૩૧ સેન્ટ થઈ ૧૨૭થી ૧૨૮ સેન્ટ રહ્યા હતા.

Related posts

એર ઇન્ડિયા દ્વારા ૨૦૦૦ કરોડના વધારાના ફંડની માંગ

aapnugujarat

બજેટમાં કૃષિ, સિંચાઈ અને સોઇલ હેલ્થ કાર્ડને મહત્વ મળશે

aapnugujarat

મૂડિઝે ભારતના જીડીપીના ગ્રોથમાં કર્યો ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1