Aapnu Gujarat
ગુજરાત

૧૦૮ની ટીમે બે નવજાત બાળકોને નવજીવન આપ્યુ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ….  કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે ૧૦૮ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે.આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામમાં બન્યો કે જ્યાં લતાબેન રાજુભાઈ કાર નામની ૩૧ વર્ષની સગર્ભા માતાને  રાત્રીના ૧૧-૦૦ વાગ્યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપાડતાં ગારીયાધાર ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. 

આ અંગેની જાણ થતાં જ ગારીયાધાર ૧૦૮ ના ઇ. એમ.ટી. શ્રી  જગદીશ ડાભી અને પાયલોટ સંદીપસિંહ સોઢા ગણતરીની મિનિટોમાં જ  ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે પહોંચી ગયા હતાં. તે સમયે રાત્રિના ૧૧-૦૦ વાગ્યાં હતાં. ચારે તરફ અંધકાર અને બીજી તરફ પ્રસૂતાનો ચિત્કાર… કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો…પરંતુ જેનું નામ ૧૦૮ની સેવા છે એવી સ્વાસ્થ્ય સેવાના એમ્બ્યુલન્સમાં રહેલ સ્વાસ્થ્ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો  દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડાયા બાળકો હોવાનું માલુમ પડ્યું.

  આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસ્સો સમય થયો હોવાથી અને ટ્વીન બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું. બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામા આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું.  

આ સંજોગોમાં ૧૦૮ના સ્ટાફે ત્યાં સ્થળ પર જ સગર્ભા માતાને ૧૦૮  એમ્બ્યુલન્સમાં લીધી અને પરિસ્થિતિને અનુલક્ષીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.પરંતુ ડિલિવરીમાં પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું  નહતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો.  

આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું. તેથી ૧૦૮ના સાથે તાત્કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાસોશ્વાસો(BVM) આપવાનું ચાલુ કર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશ્યન ડોક્ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું. સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું.

 ત્યારબાદની ૨૦ મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં.આમ, લતાબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં

Related posts

નરોડા વિસ્તારમાં મહામંડલેશ્વરના પાંચ લાખ રોકડા-દાગીનાની ચોરી થઇ

aapnugujarat

अहमदाबाद आरटीओ द्वारा वसूली जाती पेनल्टी पर हाईकोर्ट का स्टे

aapnugujarat

ગુજરાત લોકસભા ચૂંટણી : સ્ટ્રોંગરૂમમાં મૂકેલા ઈવીએમ મશીનનું હાલમાં દરરોજ નિરીક્ષણ કરવા ચુંટણી પંચનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1