Aapnu Gujarat
ગુજરાત

” આનંદ એ જ સાહિત્યનું સર્વોચ્ચ પ્રયોજન છે.”- યશોધર રાવલ

મહેશ આસોડિયા, વિજાપુર

આટ્સૅ અને કોમર્સ કોલેજ, ખેરાલુના ગુજરાતી વિભાગ દ્વારા ગુરુવાર, તા. 19/8/21ના રોજ ” સાહિત્યનાં પ્રયોજનો ” વિશે એક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તજ્જ્ઞ વક્તા તરીકે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી ,પાટણની બૉર્ડ ઑફ સ્ટડીઝ, ગુજરાતીના ચેરમેન અને આટ્સૅ- સાયન્સ-કૉમર્સ કોલેજ, પિલવાઈના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. યશોધર રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય કાવ્યમીમાંસક આચાર્ય મમ્મટે જણાવેલાં સાહિત્યનાં છ પ્રયોજનો- યશપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, અમંગલનું નિવારણ, તત્કાળ મળતો આનંદ અને પ્રિયાની જેમ ઉપદેશ- વિશે ડૉ. યશોધર રાવલે રસપ્રદ ઉદાહરણો સહિત રસાળ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું.
પશ્ચિમના વિવેચકોએ જણાવેલાં અભિવ્યક્તિ અને અવગમન જેવાં પ્રયોજનોની પણ તેમણે લાક્ષણિક રીતે રસપૂર્ણ ચર્ચા કરી હતી. ડૉ. રાવલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાહિત્યનું અંતિમ લક્ષ્ય તો સૌન્દર્યસાધના દ્વારા આનંદનો અનુભવ કરાવવાનું જ છે. આનંદ એ જ સાહિત્યનું ચરમ અને પરમ પ્રયોજન છે.
વ્યાખ્યાન પૂર્વે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. બી.જે. ચૌધરીએ વક્તાનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને કાર્યક્રમ સંયોજક ડૉ. વિનયકાંત પરમાર તથા ડૉ. મીનાબેન પટેલે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. ડૉ. શીતલબેન પ્રજાપતિએ આભારદર્શનમાં રાજીપો વ્યક્ત કર્યો હતો. પંચોતેર જેટલા બી.એ. ગુજરાતીના વિદ્યાર્થીઓ વ્યાખ્યાનમય બન્યા હતા.

Related posts

मोदी की गुजरात यात्रा को लेकर भाजपा मोदीमय : भारी उत्साह

aapnugujarat

ગાયિકા સાંત્વની ત્રિવેદીના કંઠે ગવાયેલા ભજને લાખો ચાહકોના જીત્યા દિલ

editor

चोरी की बाइक और पल्सर के साथ दो आरोपी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1