Aapnu Gujarat
રમતગમત

અફઘાનમાં તાલિબાનના કબજા બાદ રાશિદ ખાને કહ્યું : સુઇ પણ શકતો નથી

જાે આંખો સામે કોઈ ભયાનક દ્રશ્ય હોય અને હૃદયમાં જાે ગભરાટ હોય, તો પછી તમે કેવી રીતે સુઇ શકો છો. કંઇક આવી જ સ્થિતિ અફઘાનિસ્તાનના સુપરસ્ટાર ક્રિકેટર રાશિદ ખાનની છે. લેગ સ્પિનથી સારા બેટ્‌સમેનોની બોલતી બંધ કરનાર રાશિદ હાલમાં ઈંગ્લેન્ડમાં છે. પરંતુ, તાલિબાનોએ તેમના દેશ પર કબજાે જમાવ્યા બાદ તેના હોશ પણ ઉડી ગયા છે. આ સમાચાર મળતા જ તે ખૂબ જ રડવા લાગ્યો છે અને તેની ઉંઘ પણ ઉડી ગઇ છે.
અફઘાનિસ્તાનની હાલની પરિસ્થીતી પર રાશિદે પોતાના દિલની સ્થિતી ઇન્સ્ટા સ્ટોરી દ્વારા શેર કરી છે. તેણે લખ્યું, તે આંખોથી વહેતા આંસુઓને ઇમોજીની સાથે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં બસ એટલુ જ લખ્યુ કે, હવે ચેનથી સુઇ પણ શકતો નથી.
તાલિબાન પર કબજાે કરી લીધા બાદ અફઘાનિસ્તાનમાં હાલત બદહાલ છે. રાષ્ટ્રપતિ સહિત બીજા મોટા નેતા અને રાજનાયકો દેશ છોડી ચુક્યા છે. રાષ્ટ્રપતિ ભવનથી લઇને દરેક જગ્યાએ તાલિબાનીયોનો કબજાે છે. દેશની બગડેલી સ્થિતી પર દુખ જાેઇને રાશિદ ખાન સતત સોશ્યલ મીડિયા દ્વારા દુનિયાના મોટા મોટા નેતાઓ પાસે મદદ માંગતો જાેવા મળ્યો હતો.
તેણે ટ્‌વીટ કર્યુ હતુ કે, અમારો દેશ સંકટમાં છે. દેશના બાળકો, બુઢ્ઢા, મહિલાએ સંકટમાં છે. દહેશતથી લોકોની હિજરત જારી છે.
તાલિબાની લડાયકોએ ન ફક્ત અફઘાનિસ્તાના રાજનિતીક તંત્ર પર ગાળીયો કસી લીધો છે. પરંતુ દેશના તમામ ક્રિકેટ સ્ટેડિયમો પર પણ કબજાે કરી લીધો છે. તેમના આ પગલાથી અફઘાનિસ્તાનના ક્રિકેટનુ ભવિષ્ય ખતરામાં પડી ચુક્યુ છે. અફઘાનિસ્તાનને ટી૨૦ વિશ્વકપમાં પણ રમવાનુ છે, જેની શરુઆત થવામાં હવે ૨ મહિનાનો જ સમય બચ્યો છે. આગળ હવે શું થશે, તે હાલમાં કંઇ જ કહી શકાય એમ નથી.
રાશિદ ખાન પોતાના હમવતન બે ખેલાડીઓ મહંમદ નબી અને મુજીબની સાથે ઇંગ્લેન્ડના ધ હંન્ડ્રેડ લીગમાં રમી રહ્યો છે. ત્યારબાદ તેઓ આઈપીએલમાં રમનારા છે.

Related posts

भारतीय महिला हाकी टीम ने जापान को हराकर जीता खिताब

aapnugujarat

कोहली ने की सचिन की बराबरी : बुमराह ४ स्थान पर

aapnugujarat

બીસીસીઆઇ દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું કરાશે સન્માન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1