Aapnu Gujarat
બ્લોગ

ભારતને ઘેરવા ચીનનો ખતરનાક વ્યૂહ

ભારતને ચારે તરફથી ઘેરવાના પ્રયાસો કરી રહેલાં ચીન અને પાકિસ્તાન દ્વારા સરહદી ઉબાડીયા કરાઈ રહ્યા છે તેમા પાકિસ્તાનને ટેરર ફંડીગ માટે આંતરરાષ્ટ્રીય દબાણ છે એટલે ગ્રેલીસ્ટ માંથી બહાર નીકળવા માટે તે સીઝ ફાયરનો ઢોંગ કરી રહ્યું છે. અને ગ્રેલિસ્ટમાંથી બહાર નીકળતા જ તે પોતાનું અસલી નાપાક રૂપ બતાવશે અને ફરીવાર ભારતમાં આતંકવાદીઓ ઘુસાડવા માટેના પ્રયત્નો શરૂ કરી દેશે. જાે કે આજના સમયમાં પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યા છે અને ભારત તે કારણે બાજ નજર રાખી રહ્યું છે. જાે કે ભારતની કમનસીબી એ રહી કે પાક ચીન સરહદ પર નજર રાખવા, આવનાર કુદરતી આફતોના અભ્યાસ અર્થે તેમજ અન્ય જરૂરી ઉપયોગી માહિતી મેળવવા ટેકનિકલ વ્યવસ્થા સાથે સેટેલાઈટ છોડવા મોટો ખર્ચ કર્યો. સેટેલાઈટ સાથે યાન છોડ્યુ પરંતુ છેલ્લી ઘડીએ દશમી મીનીટે નિષ્ફળતા મળી છે. યાન તૂટી પડ્યુ છતાં મોટાભાગ સલામત રહ્યો છે એટલે વિજ્ઞાનીઓ જલ્દી તૈયાર કરી દેશે….. પરંતુ આપણે અન્ય સેટેલાઈટના આધારે ચાલવાનું રહ્યું છે. જ્યારે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તિરાડ પડી છે તેનું કારણ છે તેના નવ જેટલા એન્જિનિયરોને આતંકી હુમલામાં ઉડાવી દીધા છે જેમા પાકિસ્તાન દોષિત હોવાથી ચીન અને પાકિસ્તાન વચ્ચે તિરાડ પડી છે. એટલે પાક.માટે કપરા ચઢાણ છે. જાે કે ચીને તો આખું તિબેટ હડપ કરી કરી લીધું અને ૧૯૫૯ થી નબળા દેશ તિબેટ પર અંકુશ કરી લીધો છતાં દુનિયાના કોઈ દેશે તેને કશું કરી શકતા નથી. તે હકીકત છે. ત્યારે દગાખોર ચીને અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે ચીને અમેરિકાનો વિરોધ કર્યો હતો અને હવે છોડી રહ્યુ છે ત્યારે પણ અફઘાન છોડવા માટે ચીન અમેરિકાનો વિરોધ કરી રહ્યું છે.. આને શું કહીશું…..? ચીનની શિયાળ જેવી દગાખોરી ચાલ કેવી હોય છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. હવે તાલિબાની હુમલાએ અફઘાનિસ્તાનને ધમરોળી નાખ્યું છે અને ત્યાંની સરકાર સમાધાન કરવા તૈયાર થઈ ગઈ છે. જ્યારે કે પાકિસ્તાન તાલીબાનોને સહાય કરી રહયું હતું તે જગજાહેર બાબત છે. એટલે હવે ચીનને ભય પેસી ગયો છે કે તાલિબાન ભારે પડી શકે છે…. એટલે ચીનની સ્થિતિ અબ ઊટા આયા પહાડકે નીચે જેવી થવા જઈ રહી છે……!
ચીન મિત્રતાનો દેખાવ કરીને ભારતને ઘેરવા સાથે તેના પ્રદેશો પચાવી પાડવા સરહદી ઉબાડીયા કરી રહયું છે. તે સાથે ભારત સાથે વાટાઘાટોનો દોર ચલાવી લશ્કર પણ પરત ખેંચવાનો મોટો દેખાડો કર્યો છે. પરંતુ હવે તિબેટ સરહદે ખતરનાક વ્યૂહ અપનાવ્યો છે…… તિબેટ સરહદે લાંબો હાઇવે બનાવ્યા પછી ચીને ટીબેટના હિમાલયના વિસ્તારમાં બુલેટ ટ્રેન દોડતી કરી દીધી છે. વીજળીથી દોડતી બુલેટ ટ્રેન ભારત- તિબેટની સરહદની સાવ નજીકથી પસાર થાય છે. જે ચીને ચાલેલી ભારત સામેની ચાલમાં એક ખતરનાક ચાલ છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે કહ્યું હતું કે આ રેલ્વે માર્ગને કારણે સરહદી સુરક્ષાને નવો આધાર પ્રાપ્ત થયો છે. ટૂંકમાં ચીનની તિબેટ સરહદ નજીક શરૂ કરેલી બુલેટ ટ્રેન મુખ્યત્વે અરુણાચલ સરહદની સાવ નજીક સુધી સૈનિકોની હેરાફેરીનું મુખ્ય માધ્યમ બની રહેશે. જાેકે ટીબેટયનો ઉપર યાતના ગુજારતા ચીને આ ટ્રેન ટ્રેક તિબેટીયન મજૂરોની તૈયાર કરાવ્યો છે.તિબેટ પર તેનો સંપૂર્ણ અંકુશ છે. મતલબ ચીને તિબેટ પર એક પ્રકારનો અંધારપટ ફરમાવેલો છે પરિણામે વિશ્વની વાત તિબેટમાં પહોંચતી નથી કે તેની વાત બહાર આવતી નથી. ચીનના પરિવારો તિબેટમાં આવીને વસવાટ કરવા લાગ્યા છે અને તિબેટની ખેતી વાડી ચીનથી આવેલા ચીની નાગરિકોના હાથમાં જવા લાગી છે. માત્ર પશુપાલન મૂળ તિબેટીયનો પાસે બચ્યું છે. તિબેટીયનો પર ચીની ભાષા તથા ભણતર થોપી દેવામાં આવ્યું છે અને તે પણ તિબેટીયનોના વિરોધને કચડી નાખીને……આ છે ચીનનો ખતરનાક વ્યૂહ……!

Related posts

विश्वभर में छह महीने में रोबोट द्वारा ८ लाख ओपरेशन हुए

aapnugujarat

किसानों पर घटिया राजनीति

editor

कैंसर की वजह से पीड़ित महिला की संख्या ज्यादा मौत के मामले में पुरुष आगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1