Aapnu Gujarat
મનોરંજન

રાધિકા આપ્ટે બોલ્ડ સીન માટે ટ્રોલ થઈ

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે ફિલ્મ કે વેબ સિરીઝમાં બોલ્ડ તથા અલગ પ્રકારના પાત્રો ભજવતી હોય છે. રાધિકાએ ‘અંધાધુન’, ‘પાર્ચ્‌ડ’, ‘પેડમેન’, ‘માંઝીઃ ધ માઉન્ટેન મેન’, ‘બદલાપુર’, ‘સેક્રેડ ગેમ્સ’ જેવી ફિલ્મ તથા સિરીઝમાં કામ કર્યું છે. જાેકે, રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસ બાદ હવે એક્ટ્રેસ પણ ફિલ્મના માધ્યમથી અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સો.મીડિયામાં રાધિકા આપ્ટને બોયકોટ કરવાની માગણી કરવામાં આવી હતી. સો.મીડિયા યુઝર્સે ઈંબોયકોટરાધિકાઆપ્ટે ટ્રેન્ડ કરાવ્યું હતું.
યુઝર્સે વિવિધ કમેન્ટ્‌સ કરી એક યુઝરે રાધિકાના બોલ્ડ સીન શૅર કરીને કહ્યું, એક્ટ્રેસની ફિલ્મ એટલી ખરાબ હોય છે કે તે તસવીરો કે વીડિયો પણ શૅર કરી શકે તેમ નથી. વાંધો એ છે કે આ અશ્લીલતા ફેલાવે છે. દેશ માટે તેને બોયકોટ કરો. તો બીજા યુઝરે કહ્યું, આ ઇન્ડિયન કલ્ચર વિરુદ્ધ કામ કરે છે અને તેને બોયકોટ કરો.
વર્કફ્રંટની વાત કરીએ તો રાધિકા આપ્ટે નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’માં પોલીસના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ તથા હુમા કુરૈશી લીડ રોલમાં છે.

Related posts

જેક્લીન તમામ પ્રકારની ભૂમિકા કરવા ઇચ્છુક

aapnugujarat

રેસ-૩ ફિલ્મ મળતા સેક્સી ડેઝી શાહ સંતુષ્ટ

aapnugujarat

સોનાક્ષી સિંહાને દબંગ-૩ ફિલ્મમાં રાખવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1