Aapnu Gujarat
ગુજરાત

બેટી બચાવો-બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

બેટી બચાવો -બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં દિકરીઓનું જિલ્લામાં પ્રમાણ કેવી રીતે વધારી શકાય તે માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું. 
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આ બેઠકમાં જણાવ્યું કે, દીકરી પણ દીકરા સમકક્ષ હોય છે અને દીકરા- દીકરીનો ભેદભાવ ન કરવો જોઇએ. દીકરીને પણ અભ્યાસ- નોકરી વગેરે બાબતે સમાન  અવસર આપવો જોઇએ. 
કલેક્ટરશ્રીએ જિલ્લાના માત્ર દિકરીઓ ધરાવતાં કુટુંબોને ઓળખી તેમને સન્માનવાનો પ્રોત્સાહક અભિગમ અપનાવીને દીકરીઓ પ્રત્યેની માન્યતાઓમાં ફર્ક લાવી શકાશે એવો મત વ્યક્ત કર્યો હતો. 
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની નિગરાનીમાં ચાલતાં પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની પણ સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.  
આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી.કાતરીયાએ વર્ષ દરમિયાન તેમના વિભાગ દ્વારા થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો તેમજ ભાવી આયોજનની રૂપરેખા આપી હતી.
આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, બેટી બચાવો -બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

ધ્રાંગધ્રા શહેરની એકમાત્ર સરકારી હોસ્પીટલમાં તબીબો તથા સ્ટાફનો અભાવ

editor

Gujarat govt extends all existing policies and incentives to December 31, 2020

editor

अहमदाबाद नगर निगम चुनाव : कांग्रेस ने जारी उम्मीदवारों के नामों की फाइनल लिस्ट

editor

Leave a Comment

UA-96247877-1