Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરી ખાતે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

મહેશ ઉતેરીયા, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ S.T બસ સ્ટેન્ડ પાસે પીજીવીસીએલ કચેરી ખાતે ગુજરાત ઉર્જા સંકલન સમિતિના નેજા હેઠળ ઈલેક્ટ્રીકસીટી બિલ- 2021 ના સુધારા અંગે વિજ કર્મચારીઓએ વિજ કચેરી બહાર સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.
જ્યારે હાલ સરકાર દ્વારા ઉર્જા ક્ષેત્રે ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે અને ખાનગીકરણ ઈલેક્ટ્રીકસીટીના બિલના વિરોધમાં બહોળી સંખ્યામાં વિજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે વિવિધ મુદ્દે વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
તેમજ પીજીવીસીએલના વિજ કર્મચારીઓએ વધુ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિજ વિતરણની કામગીરી ખાનગી કંપનીને સોંપી મહારાષ્ટ્ર, ઔરંગાબાદ, નાગપુર, જલગાવ, મધ્યપ્રદેશ, ઉજ્જૈન, ઉતરપ્રદેશ, આગ્રા અને ઓરિસ્સા સહિતના રાજ્યમાં વિવિધ રાજ્યમાં ખાનગી કંપની સંચાલનમાં નિષ્ફળ ગઈ છે તેમજ નફાખોર શહેરોમાં ખાનગી કંપની દ્વારા વિજ વિતરણની કામગીરી સંભાળવામાં આવે છે. ત્યારે ગુજરાત ઉર્જા સંકલન સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર પીજીવીસીએલના કર્મચારીઓએ ખાનગીકરણ ઈલેક્ટ્રીકસીટી બિલનો સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે.

Related posts

રથયાત્રા રૂટ ઉપરના ૨૨૫ ભયજનક મકાનોને નોટિસ

aapnugujarat

भाजपा को २०१२ की तुलना में अधिक सीटें

aapnugujarat

અત્યાચારની સામે કોંગીના રાજયવ્યાપી ધરણાં-દેખાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1