Aapnu Gujarat
ગુજરાત

સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘીનું ઉત્પાદન શરુ કરાયુ

મહેશભાઈ ઉતેરીયા, સુરેન્દ્રનગર

સુરસાગર ડેરી દ્વારા દૂધ – છાશ ઉપરાંત મસાલા છાશ , લાઈટ દહીં , મસ્તી દહીં તેમજ અમુલ રબડી ઉત્પાદન કરવામાં આવે છે . ત્યારે આજ રોજ સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘીનું ઉત્પાદન કરી અને પેકિંગ શરૂ કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને લીંમડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, જેસીંગભાઇ ચાવડા તેમજ ગોપાલભાઈ મુંધવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઘી સામાન્ય રીતે ઊંચા તાપમાને બનાવવામાં આવે છે . બ્રાઉન ઘીનો સ્વાદ અને સુગંધ સામાન્ય ઘી કરતાં ખુબ સારો આવે છે. બ્રાઉન ઘી હાલમાં ફક્ત ગુજરાત રાજ્યમાં આણંદની અમુલ ડેરીમાં જ બને છે. ત્યાર બાદ બીજા નંબરે સુરેન્દ્રનગર સુરસાગર ડેરીમાં બનાવવાનું ચાલુ કર્યું છે.

Related posts

रास्ते के रिसरफेसिंग के लिए भठ्ठे से कार्य करने कहां गया

aapnugujarat

Sohrabuddin encounter case: Bombay HC accepts petitions of Rubabauddin

aapnugujarat

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1