Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ મોદીએ રાજ્યસભામાં ગેરહાજર ભાજપના સાંસદની યાદી માંગી

સંસદનુ ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે અને સોમવારે રાજ્યસભામાં એક અવસર એવો આવ્યો જ્યારે વિપક્ષે બિલને પસંદગી સમિતિની પાસે મોકલવાની માગ કરી. વિપક્ષની આ માગ પર વોટિંગ કરવામાં આવ્યુ. આ વોટિંગ દરમિયાન કેટલાક ભાજપ સાંસદ હાજર નહોતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવા સદસ્યોનુ લિસ્ટ માગ્યુ છે.
મંગળવારે સદનની કાર્યવાહી શરૂ થયા પહેલા ભાજપ સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકમાં પીએમ મોદી પણ હાજર હતા. પીએમ મોદીએ બેઠકમાં આ ભાજપ સાંસદની યાદી માગી જે રાજ્યસભામાં ઉપસ્થિત નહોતા.
જાેકે, સોમવારે રાજ્યસભામાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણે ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ ૨૦૨૧ રજૂ કર્યુ હતુ. વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યુ હતુ. આ બિલને પસંદગી સમિતિની પાસે મોકલવાની માગ કરી રહ્યુ હતુ. વિપક્ષની માગ પર રાજ્યસભામાં વોટિંગ કરાયુ.
બિલ પસંદગી સમિતિની પાસે મોકલવાના પક્ષમાં ૪૪ મત પડ્યા જ્યારે આના વિરોધમાં ૭૯ મત પડ્યા. આ રીતે વિપક્ષની માગ રદ થઈ ગઈ અને આ બિલ થોડી વાર બાદ પસાર થઈ ગયુ પરંતુ આ વોટિંગ દરમિયાન ભાજપના કેટલાક સાંસદ હાજર રહ્યા નહીં. એવા સાંસદોની જ પીએમ મોદીએ યાદી માગી છે.
સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ એ પણ કહ્યુ કે પોતાના વિસ્તારમાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપો. પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં ઓલંપિયનના સન્માનમાં ઉભા થઈને અભિવાદન કરવા માટે પણ કહ્યુ.

Related posts

લોકો દીદીનો ખેલ સમજી ગયા, ૨ મેએ વિદાય નક્કી : મોદી

editor

પુલવામાં એટેકમાં ધોરણ ૧૦નો વિદ્યાર્થી સામેલ

aapnugujarat

મહિલા કમાંડૉ પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1