Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકો દીદીનો ખેલ સમજી ગયા, ૨ મેએ વિદાય નક્કી : મોદી

નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં મેદીનાપૂરમાં રેલીને સંબોધીત કરી હતી. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જાેરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હવે બંગાળમાં બધી બાજુએથી અવાજ આવી રહી છે, ૨ મેએ દીદી જઈ રહ્યા છે.
નોંધનીય છે કે નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે નંદીગ્રામના સંગ્રામમાં આજે પીએમ મોદી મેદાનમાં આવ્યા હતા. નંદીગ્રામને અધિકારી પરિવારનો ગઢ માનવામાં આવી રહ્યો છે ત્યારે મમતા બેનર્જીનો પણ દાવો છે કે તેઓ આ બેઠક પર જીત હાંસલ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે બંગાળને હવે પરિવર્તનની જરૂર છે. ૨જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે. અહિયાં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના ૩ વર્ષના પૈસા હું જમા કરાવીને જ રહીશ. છેલ્લા ત્રણ વર્ષમાં જે પૈસા દીદીએ નથી આપ્યા તે હું ખેડૂતોને આપીશ. દિલ્હીની સરકાર આ પૈસા ખેડૂતોના ખાતામાં આપવા માંગતી હતી પરંતુ દીદીએ એવું થવા જ ન દીધું.
પીએમ મોદીએ કહ્યું કે દીદી આજે બંગાળ પૂછી રહ્યું છે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી? ગરીબોના ચોખા કોણે લૂંટયા? આજે લોકો તૂટેલી છતની નીચે રહેવા માટે મજબૂર છે તે લોકો તમારાથી સવાલ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દીદીના રાજમાં અહિયાં હિંસા અને બોમ્બ ધમાકાઓના જ સમાચાર સામે આવી રહ્યા છે. આખા આખા ઘર ઉડાવી દેવામાં આવે છે અને મમતાની સરકાર માત્રને માત્ર જાેઈ રહે છે. આ સ્થિતિને બદલવી પડશે. બંગાળમાં શાંતિ જાેઈએ તો બોમ્બ અને બંદૂકથી મુક્તિ જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદીને તમે ૧૦ વર્ષ કામ કરવાનો મોકો આપ્યો. તેમણે તમારી વચ્ચે આવવું જાેઈએ અને હિસાબ આપવું જાેઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહ્યા તે ગુસ્સો કરી રહ્યા છે અને ગાળો આપી રહ્યા છે.

Related posts

વિશ્વમાં ભારત સૈન્ય શક્તિમાં ચોથા સ્થાને

aapnugujarat

કાર્તિની ૧૧ મિલિયનથી વધુની સંપત્તિને જપ્ત કરાઇ

aapnugujarat

એમ.જે.અકબર કેસમાં કોર્ટે પ્રિયા રમાણીને સમન્સ મોકલ્યું, ૨૫ ફેબ્રુઆરીએ સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1