Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહિલા કમાંડૉ પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશ ખડતલ પુરૂષ કમાંડોથી ઘેરાયેલા જોયા હશે. દેશ હોય કે વિદેશની ધરતી, હંમેશા આ સ્ફૂર્તિલા કમાંડો જ તેમની રક્ષા કરતા હોય છે. પરંતુ આ ખવતે મહિલા કમાંડૉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે.
આ વખતે ૧૫મી ઓગષ્ટના દિવસે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યાં હશે ત્યારે તેમની સુરક્ષા એસપીજી અને લોકલ પોલિસ અને દિલ્હી પોલીસની વુમન સ્વૉટ કમાંડો ટીમ પણ તૈનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસની આ કમાંડૉ ટીમ દેશના કોઈ પણ રાજ્ય પોલીસમાં આ પહોલી ટીમ છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહ આ સ્પેશિયલ વુમન કમાંડૉને દિલ્હીની જનતાની સુરક્ષામાં તૈનાત કરશે. પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં બનાવવામાં આવેલા આ વિશેષ દળમાં ૩૬ વુમન કોન્સ્ટેબલને ૧૫ મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. સામાન્ય રીતે કમાંડૉ ટ્રેનિંગ ૧૨ મહિનાની હોય છે. આ દળ પુરૂષ કમાંડૉ કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. તેમને એનએસજીની કમાંડૉ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
આ મહિલા કમાંડૉમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી ૧૩, મણિપુરમાંથી ૫, અરૂણાચલ પ્રદેશમાંથી ૫, સિક્કીમમાંથી ૫, મેઘાલયમાંથી ૪, નાગાલેન્ડમાંથી ૨ અને મિઝોરમ અને ત્રિપુરામાંથે ૧-૧ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલ તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે. તેમની ટ્ટ્રેનિંગ પીટીસી ઝાડૌફા કલાં અને માનેસરમાં થઈ છે.
આ મહિલા કમાંડૉ બખ્તરબંધ ગાડીઓમાં તૈનાત રહેશે. આ ગાડીને પન વુમન કલાંડૉ જ ચલાવશે. તમામ કમાંડૉ બોમ્બ નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. તેમને દિલ્હી પોલીસના પરાક્રમ દળની જ કમાંડોથી અનેક રીતે તાલિમબદ્ધ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈ પણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાંડૉ ટીમ નથી.

Related posts

૨૦૧૯માં ભાજપને હરાવીને જ બતાવીશું : દિલ્હીમાં રાજઘાટ ઉપર ઉપવાસ બાદ નિવેદન

aapnugujarat

સની દેઓલ ભાજપમાં જોડાયા

aapnugujarat

वर्तमान राजस्थान सरकार का पहला पूर्णकालिक बजट पेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1