Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન સોંપીને કરવામાં આવી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન દેશની જનતાને સંબોધિત પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, આજે ઉજ્જવલા યોજનાના આગામી તબક્કામાં અનેક બહેનોને ફ્રી ગેસ કનેક્શન અને ગેસનો ચુલો મળી રહ્યો છે. હું બધા લાભાર્થીઓને ફરીથી ખુબ-ખુબ શુભેચ્છા આપુ છું. તેમણે કહ્યું કે આજે હું બુલેંદખંડના વધુ એક અને મહાન સંતાનને યાદ કરી રહ્યો છું. મેજર ધ્યાન ચંદ, આપણા દદ્દા ધ્યાનચંદ. દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર થઈ ગયુ છે. મને વિશ્વાસ છે કે ઓલિમ્પિકમાં આપણા યુવા સાથીઓના અભૂતપૂર્વ પ્રદર્શન વચ્ચે ખેલ રત્ન સાથે જાેડાયેલું દદ્દાનું નામ લાખો કરોડો યુવાઓને પ્રેરિત કરશે.
પીએમએ કહ્યું, પાછલા વર્ષે સાત દાયકાની પ્રગતિને અમે જાેઈએ તો આપણે જરૂર લાગે છે કે કેટલીક સ્થિતિઓ, કેટલીક સ્થિતિ એવી છે કે જેને ઘણા દાયકા પહેલા બદલી શકાતી હતી. ઘર, લાઇટ, પાણી, શૌચાલય, ગેસ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ, જેવી અનેક મૂળ જરૂરીયાત છે જેની પૂર્તી માટે દાયકાઓ દેશવાસીઓએ રાહ જાેવી પડી, આ દુખદ છે.
આપણે પુત્રીઓ ઘર અને રસોઈથી બહાર નિકળી રાષ્ટ્રનિર્માણમાં વ્યાપક યોગદાન ત્યારે આપી શકશે, જ્યારે પહેલા ઘર અને રસોઈ સાથે જાેડાયેલી સમસ્યાઓ હલ થશે. તેથી છેલ્લા ૬-૭ વર્ષોમાં આવા દરેક સમાધાન માટ મિશન મોડ પર કામ કરવામાં આવ્યું છે. બહેનોના સ્વાસ્થ્ય, સુવિધા અને સશક્તિકરણના આ સંકલ્પને ઉજ્જવલા યોજનાએ ખુબ મોટુ બળ આપ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં આઠ કરોડ ગરીબ, દલિત, વંચિત, પછાલ, આદિવાસી પરિવારોની બહેનોને ફ્રીમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨ કરોડથી વધુ ગરીબોને પાકા મકાન આપવામાં આવ્યા છે. આ ઘરોનો માલિકી હક મહિલાઓનો છે.
બુંદેલખંડ સહિત યૂપી અને બીજા રાજ્યોના અમારા અનેક સાથે કામ કરવા માટે ગામડાથી શહેરમાં જાય છે, બીજા રાજ્યોમાં જાય છે, પરંતુ ત્યાં તેની સામે એડ્રેસ પ્રમાણની સમસ્યા આવે છે. આવા લાખો પરિવારોને ઉજ્જવલા ૨.૦ યોજના સૌથી વધુ રાહત આપશે. હવે મારા શ્રમિક સાથીઓને સરનામાના પૂરાવા માટે આમતેમ ભટકવાની જરૂર નથી. સરકારને તમારી ઈમાનદારી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમારે સરનામા માટે માત્ર એક સેલ્ફ ડેક્લેરેશન, એટલે કે ખુદ લખીને આપવાનું છે અને તમને ગેસ કનેક્શન મળી જશે.
મોદીએ કહ્યું, સરકારનો પ્રયાસ તે દિશામાં છે કે તમને રસોઈમાં પાણીની જેમ ગેસ પણ પાઇપથી આવે. તે ગેસ સિલિન્ડરના મુકાબલે સસ્તો પણ હોય છે. ઉત્તર પ્રદેશ સહિત પૂર્વી ભારતના અનેક જિલ્લામાં પીએનજી કનેક્શન આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે દેશ મૂળ સુવિધાઓની પૂર્તિથી સારા જીવનના સપનાને પૂરુ કરવા તરફ વધી રહ્યો છે. સમર્થ અને સક્ષમ ભારતના આ સંકપ્લને આપણે મળીને સિદ્ધ કરવાનો છે. તેમાં બહેનોની વિશેષ ભૂમિકા રહેવાની છે.

Related posts

सोना 200 रुपए चमका, चांदी 350 रुपए उछली

aapnugujarat

बिहार का किसान बिजली से करेगा सिंचाई : सुशील मोदी

editor

વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવા તીવ્ર અમેરિકી દબાણ હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1