Aapnu Gujarat
શિક્ષણ

પીજી મેડિકલ અરજદારોના પ્રવેશફોર્મ સ્વીકારવા હાઈકોર્ટનો આદેશ

ધોરણ-૧૦ બહારના રાજયમાંથી પાસ કર્યુ હોય પરંતુ ધોરણ-૧૨ ગુજરાતમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને પીજી મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરનાર સરકારના સત્તાવાળાઓના નિર્ણયને પડકારતી મહત્વની જુદી જુદી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઇ તેઓના એડમીશન ફોર્મ સ્વીકારવા કેન્દ્રીય પ્રવેશ સમિતિને હુકમ કરી અરજદાર વિદ્યાર્થીઓને વચગાળાની રાહત આપતો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. અરજદાર મીનલ દિનેશકુમાર અમૃતીયા તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ પંથીલ પી.મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારોએ ધોરણ-૧૦ બહારના રાજયમાંથી પાસ કર્યું છે અને ધોરણ-૧૧માં ગુજરાત રાજયમાં પ્રવેશ મેળવ્યો હતો અને ધોરણ-૧૨ પણ ગુજરાતમાંથી પાસ કર્યું છે. હવે પીજી મેડિકલમાં એડમીશનના તબક્કે સત્તાવાળાઓ અરજદારોને એવા કારણસર પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે કે, સરકારે પીજી મેડિકલમાં પ્રવેશ અંગેના રૂલ્સમાં જે સુધારો કર્યો છે તે મુજબ, ધોરણ-૧૦ અને ૧૨ બંને ગુજરાતમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને જ પીજી મેડિકલમાં પ્રવેશ આપી શકાય. જો ધોરણ-૧૦ બહારના રાજયમાંથી પાસ કર્યું હોય અને ધોરણ-૧૨ ગુજરાતમાંથી પાસ કર્યું હોય તો તેવા સંજોગોમાં તેમને પ્રવેશ મળી શકે નહી. અરજદાર વિદ્યાર્થીઓ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, અરજદારોએ જયારે ધોરણ-૧૧માં ગુજરાત રાજયમાં પ્રવેશ લીધો ત્યારે નિયમ એવો હતો કે, માત્ર ધોરણ-૧૨મું ગુજરાતમાંથી પાસ કર્યું હોય તો પણ તેવા વિદ્યાર્થીઓને પીજી મેડિકલમાં પ્રવેશ મળી શકશે. આ નિયમને ધ્યાનમાં લઇને તો, અરજદારોએ ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવ્યો હતો. હવે સત્તાવાળાઓ આ પ્રકારે એકાએક નિયમ બદલી તેમને પ્રવેશના બંધારણીય અધિકારથી વંચિત રાખી શકે નહી. વળી, સરકારે જો નિયમ લાગુ કરવો હોય તો બે વર્ષ પછી કરે, કારણ કે, અરજદાર જેવા સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ધોરણ-૧૧ અને ૧૨ ના વર્ષને અસર ના થાય. વાસ્તવમાં સરકારનો નવો નિયમ જે ગેરકાયદે અને ગેરબંધારણીય ઠરે છે. હાઇકોર્ટે આ સંજોગોમાં અરજદાર વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે યોગ્ય રાહત આપવી જોઇએ કારણ કે, આ તેમની મહત્વની કારકિર્દીનો સવાલ છે. અરજદાર વિદ્યાર્થીઓની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે તેમને રાહત આપતો હુકમ કર્યો હતો.

Related posts

पबजी से बचा लो रब जी, परेशान पैरंट्‌स मांग रहे दुआ

aapnugujarat

ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ચુડાસમા

editor

अहमदाबाद शहर का ७१.५२ और ग्रामीण का ७०.१३ प्रतिशत रिजल्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1