Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં જુગાર રમતા મહિલા અને પુરુષો સહીત ૯ ઝડપાયા

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા,પો.સબ ઇન્સ.શ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,કુંભારવાડા, નારી રોડ,અવેડા પાસે,રામદેવનગર જવાનાં રસ્તે,હિરાભાઇ ગોપાભાઇ વેગડનાં રહેણાંક મકાન સામે આવેલ જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે અમુક મહિલા/પુરૂષો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.* જે જગ્યાએ રેઇડ કરતાં શૈલેષભાઇ બીપીનભાઇ કાનાણી ઉ.વ.૨૯ ધંધો-હિરા ઘસવાનો રહે.શેરી નં.૧, હનુમાનજીનાં મંદિર પાસે, રામદેવનગર, કુંભારવાડા, ભાવનગર વાળા સહિત કુલ-૦૮ મહિલાઓ ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૫,૯૨૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.
આ તમામ ઇસમો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબ, એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા, મહેન્દ્દભાઇ ચૌહાણ,પો.કોન્સ ચંદ્દસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ તથા વુમન એ.એસ.આઇ. સજનાબેન ગોસાઇ તથા વુમન પો.કો. જાગૃતિબેન કુંચાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related posts

બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે

aapnugujarat

ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં શ્રી યોગેશ નીરગુડે

editor

અમરેલી રાજુલા તાલુકાના માંડલ ગામે ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1