Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં શ્રી યોગેશ નીરગુડે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર ખાતે કલેક્ટર તરીકે નિયુક્ત કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ આજે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.ચાર્જ સંભાળ્યાં બાદ નવનિયુક્ત કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું છે કે, મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી નૈતિક જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને કોરોનાના વરવાં પરિણામો આપણે જોયાં છે.તેથી કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્ઢ રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી ૨૦૧૩ ની બેચના ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. તેઓ આ અગાઉ ગાંધીનગર ખાતે એમ.એસ.એમ.ઇ. ના કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ત્યારબાદ તેઓ ભાવનગરમાં જ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકેની ફરજ અદા કરતાં હતાં. તેથી તેઓ ભાવનગરની ભૃપુષ્ઠ અને સમગ્ર વહીવટી તંત્રથી જાણકાર છે. તેથી ભાવનગરની જનતાને તેમના અનુભવનો લાભ મળશે.

Related posts

બિટકોનઈન કાંડ : નલિન કોટડિયા દ્વારા હવાલાથી ટ્રાન્સફર થયેલા ૨૫ લાખ જપ્ત

aapnugujarat

વિજાપુર માર્કેટયાર્ડમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની ભવ્ય ઉજવણી

editor

રાજ્યમાં વેરઝેર ફેલાવવાના ષડયંત્રમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1