Aapnu Gujarat
ગુજરાત

યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા ટ્રેકિંગ યોજાયુ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ચોમાસામાં ભંડારીયા ની સુંદરતા તેમજ જૈવ વિવિધતા કંઈક અલગ જ હોય છે ત્યારે તેનો વરસાદી માહોલનો લ્હાવો લેવા તા.1લી ઓગષ્ટના રોજ યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા મહાદેવગાળા થી ઘાવડીમાતા ટ્રેક યોજાયો હતો. જેમાં 5 થી 70 વર્ષના 96 ટ્રેકર્સોએ પ્રકૃતિની ગોદમાં લીલીછમ ટેકરીઓમાં ગોરડ અને અન્ય વૃક્ષો વચ્ચેથી 12 કી.મી. નો ટ્રેક કર્યો હતો. જેમાં અમરશી ધરાજીયા, વાસુદેવસિંહ સરવૈયા અને મનીશ ગોહિલએ ગ્રુપ લીડર તરીકે સેવા આપી હતી. વરસાદી ઝાપટાને કારણે ભંડારીયામાં અદભુત કુદરતી દ્રસ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે ભંડારીયાના આ ડુંગરો પર અનેક પવનચક્કીઓ આવેલી છે જેના કારણે અહીં અદભુત નઝારો સર્જાય છે સાથે અહીં ઉગતા વિવિધ વૃક્ષો અને ઘાસને કારણે અહીં વિવિધ તેમજ દુર્લભ પ્રજાતિના વન્ય જીવો પણ વસે છે. અહીંના ગાઢ તેમજ ખુલ્લા ઘાસિયા મેદાન તેમજ અનુકૂળ વાતાવરણને કારણે અહીં સિંહ પણ લટાર મારે છે જે બૃહદ ગીર એટલે કે પાલીતાણાની ગિરિમાળાઓ માંથી અહીં આવતા હોય છે જે ભાગ્યે જ કોઈવાર જોવા મળે છે તેમજ અહીં વનવિભાગ પણ સત્તત સતર્ક રહે છે.

Related posts

सूरत में बढ़ा कोरोना कहर

editor

રિડેવલપમેન્ટ ઈચ્છુક ૧૦૦૦ સોસાયટીનો માર્ગ મોકળો થયો

aapnugujarat

અમદાવાદમાં સિવિલ ડિફેન્સ સ્થાપ્ના દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1