Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રમત સ્પર્ધાનુ આયોજન

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – લીંબડીના સિનીયર કોચની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર તાબા હેઠળના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના સિનીયર એથ્લીટ ભાઇઓ અને બહેનો માટે એથ્લેટીક્સ રમત અંતર્ગત ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૮૦૦ મી., તથા ૧૫૦૦ મી.ની દોડ (સ્પ્રીન્ટ) સ્પર્ધાનું આયોજન આગમી તારીખ ૦૪/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી, જિ. સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં તારીખ ૩૧/૦૭/૨૦૦૧ પહેલા જન્મેલા એટલે કે ૨૦ વર્ષથી વધુ વય ધરાવતા ભાઇઓ અને બહેનો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ભાઇઓ અને બહેનોએ જણાવેલ તારીખે સ્પર્ધા સ્થળે પોતાના આધાર કાર્ડની નકલ સાથે સમયસર હાજર રહેવાનું રહેશે. જિલ્લા કક્ષાની આ એથ્લેટીક્સ રમત સ્પર્ધામાં ઇવેન્ટ મુજબ પ્રથમ આવનાર ખેલાડીની રાજ્યકક્ષા સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવશે. જેઓની રાજ્યકક્ષાની સ્પર્ધા રમત સંકુલ હિંમતનગર મુકામે બહેનો માટે તા.૦૭/૦૮/૨૦૨૧ અને ભાઇઓ માટે ૦૯/૦૮/૨૦૨૧ ના રોજ આયોજન થનાર છે.

અત્રે નોંધનીય છે કે, આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ સરકારશ્રીની વખતો વખતની કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉપરાંત આ વિષે વધુ માહિતી માટે કચેરીના નં:- ૦૨૭૫૩-૨૬૦૭૩૪, મોબાઇલ નં:-૯૪૦૮૦૦૭૦૮૬ ઉપર સંપર્ક કરવા વધુમાં જણાવ્યું છે.

Related posts

લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો : હાઇકોર્ટ

editor

ઉત્તરાયણનો ભરપૂર આનંદ માણવા હવે ધાબા પણ મળે છે ભાડે

aapnugujarat

અમદાવાદમાં ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1