Aapnu Gujarat
ગુજરાત

ભંગારમાંથી મળ્યા સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણ કરાતા પાઠ્યપુસ્તકો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં પાઠ્ય પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવતા હોય છે ત્યારે પાલીતાણા તળાજા રોડ પર આવેલા સોહિલભાઈ નામના ભંગારી ના ડેલામાં કોંગ્રેસના જાગૃત અને આગેવાનો દ્વારા તપાસ કરતા પ્રાથમિક શાળા ના પાઠ્યપુસ્તકો મળ્યા જેમાં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધીના સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણના પાઠ્યપુસ્તકો મળી આવ્યા ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે જેમાં પાલીતાણા સ્થાનિક આગેવાનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ પુસ્તક કઈ શાળાના છે કોણ વેચવા આવ્યું તે અંગે તંત્ર દ્વારા તપાસ કર્યા બાદ જાણવા મળશે હાલ તળાજા રોડ પર ભંગારના ડેલામાં આ પુસ્તકો મળી આવ્યા છે.

Related posts

ગુજરાતમાં ભાજપની બુથ વિસ્તારક યોજનાનો ફાગવેલથી સીએમ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

વેરાવળમાં પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ-પે વધારવાની માંગણી સાથે રસ્‍તા પર ઉતરી

editor

વિરપુરમાં અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દીના ભાગરૂપે રામકથાનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1