Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા,પો.સબ ઇન્સ.શ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગરનાં અલંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયાને ખાનગીરાહે હકિકત મળેલ કે,અલંગ યાર્ડ,પ્લોટ નંબર-૨૪-બી સામેના ખાંચામાં આવેલ શૌચાલયની સામેની ગલીમાં હનુમાનજીના મંદીરની બાજુમાં પીપળાનાં ઝાડની નીચે જાહેરમાં અમુક ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમે છે. જે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં કુલ ૦૭ માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૦,૩૫૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.
1. ઉદય દુખા ગૌડા ઉ.વ.૪૪ રહે.હાલ- પ્લોટ નંબર-૨૪-એ સામે ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-ફાસી ગૌડા ગંજામ મેંદીપથા રાજય-ઓડીસા

  1. અજયભાઇ લખમણભાઇ બરાડ ઉ.વ.૪૦ રહે. હાલ-પ્લોટ નંબર-૨૪-બી સામેની ગલીમાં આવેલ ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-આડપડા, તા.આડપડા
  2. રવીન્દ્ર અર્જુન મહારથી ઉ.વ.૨૫ રહે.હાલ-પ્લોટ નંબર-૨૪-બી સામેની ગલીમાં આવેલ ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-સમદરાપુર થાના-પાટપુર જી.ગંજામ રાજય-ઓડીસા
  3. હરી નીરંજન મહારાણા ઉ.વ.૩૮ રહે. હાલ-પ્લોટ નંબર-૨૪-બી સામેની ગલીમાં આવેલ ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-ગોટગામ થાના-પાટપુર જી.ગંજામ રાજય-ઓડીસા
  4. બાબી ઉલ્લા નાયક ઉ.વ.૪૨ રહે.હાલ- પ્લોટ નંબર-૨૪-એ સામે ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-મેંદીપથા ગામ થાના-પાટપુર જી.ગંજામ રાજય-ઓડીસા
  5. રામચંદ્ર બીપરાચરન બેહરા ઉ.વ.૪૦ રહે.હાલ- પ્લોટ નંબર-૨૪-બી સામેની ગલીમાં આવેલ ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-દ્રીતીય ખણડોલીગામ થાના-પાટપુર જી.ગંજામ રાજય-ઓડીસા
  6. શીબ્રરામ હરી શાહુ ઉ.વ.૨૫ રહે. પ્લોટ નંબર-૨૪-બી સામેની ગલીમાં આવેલ ખોલીમાં, અલંગ યાર્ડ, તા.તળાજા જી.ભાવનગર મુળ-મેંદીપથા ગામ થાના-પાટપુર જી.ગંજામ રાજય-ઓડીસાવાળા

આ તમામ ઇસમો વિરૂધ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબ, એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, સાગરભાઈ જોગદીયા,મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રાયવર સુરૂભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related posts

રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈને સી.આર. પાટીલનું મોટું નિવેદન આવ્યું સામે

aapnugujarat

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

aapnugujarat

હવે ૨૦ નવા બોર બનાવીને લોકોને પાણી આપવા મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1