Aapnu Gujarat
ગુજરાત

હવે ૨૦ નવા બોર બનાવીને લોકોને પાણી આપવા મંજુરી

વર્ષ-૨૦૧૦માં અમદાવાદ શહેરના જોધપુર અને સ્ટેડિયમ વોર્ડમાં ૨૪ કલાક પાણી આપવાની જાહેરાત કરવામાં આવ્યાને સાત વર્ષ પછી પણ પ્રોજેકટ અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર પુરો કરી શકયો નથી.ત્યાં બીજી તરફ શહેરને પાણી પુરૂ પાડવા મામલે મ્યુનિસિપલ તંત્ર હાંફી ગયુ હોય એમ જે વિસ્તારોમાં હજુ સુધી પાણીની લાઈનો નાંખવા માટેનું નેટવર્ક નાંખી શકાયુ નથી એવા વિસ્તારોમાં નવા ૨૦ જેટલા બોર બનાવીને પાણી પુરૂ પાડવા રૂપિયા ૩.૧૭ કરોડનો ખર્ચ કરવાની મંજુરી ્‌આપવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૨૦૦૮માં બે તબકકામાં ઔડા હેઠળની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યા હતા.આ બાદ આજે એક દાયકા પછી પણ આ વિસ્તારો સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીનું નેટવર્ક પહોંચાડવામાં નિષ્ફળ રહેવા પામ્યું છે.આજની પરિસ્થિતિમાં શહેરની હદમાં ભેળવવામાં આવેલા વિસ્તારો પૈકી લાંભા, ચાંદખેડા, મોટેરા, વટવા, નવા નિકોલ, નવા નરોડા, ત્રાગડ, હેબતપુર, થલતેજ, ભાડજ, વેજલપુર, જોધપુર સહીતના અનેક વિસ્તારો કે જેનો નવા પશ્ચિમઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે આ તમામ વિસ્તારોના રહીશો સૌથી વધુ ટેકસ ભરતા હોવા છતાં પણ તેમને બોરનું ક્ષાર વાળુ પાણી પીવા મજબુર થવું પડી રહ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પીવાનું ચોખ્ખુ પાણી પુરૂ પાડવામાં આવતુ હોવાના પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યા છે આમ છતાં પણ આ વિસ્તારમાં લોકોને ચોખ્ખુ પાણી મેળવવા માટે તેમના ઘરોમાં આર.ઓ. પ્લાન્ટ નાંખવા મજબુર થવુ પડ્યુ છે.અમદાવાદ શહેરની હદમાં આ નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યા બાદ જુની હદમાં નવા ૫૦ બોર બનાવવામાં આવ્યા છે.મંગળવારના રોજ મળેલી પાણી કમિટીની બેઠકમાં શહેરમાં નવા વીસ બોર એક બોરના રૂપિયા ૧૩.૫૬ લાખના હીસાબે રૂપિયા ૩.૧૭ કરોડનો ખર્ચ કરવા મંજુરી આપવામાં આવી છે.
કમિટીના ચેરમેને સ્વીકાર્યુ છે કે,બોરનું પાણી હીતાવહભર્યુ નથી આમ છતાં પણ નેટવર્ક ન હોવાના કારણે આ નવા બોર બનાવવા મંજુરી આપવામાં આવી છે.અમદાવાદના લોકોને નર્મદાનું પાણી મળી રહે એ માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા દર વર્ષે રાજય સરકારને રૂપિયા ૬૦ કરોડથી વધુની રકમ ચુકવવામાં આવી રહી છે.

Related posts

રાજકોટમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર કાર્યવાહી થશે

aapnugujarat

નેશનલ ફુડ સિક્યુરિટી હેઠળ ખેડૂતને ખાસ તાલીમ

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીના હસ્તે ૪ માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદ્‌ઘાટન થશે નીતિન પટેેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1