Aapnu Gujarat
ગુજરાત

ભાજપ પ્રદેશ પ્રવકતા પંડયા આરટીઓમાં દેખાતાં ચર્ચા

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા અચાનક આરટીઓ કચેરીમાં દેખાતાં લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જો કે, ભરત પંડયા પોતાનું લાયસન્સ રિન્યુ કરાવવા આવ્યા હોઇ કોઇ એવું રાજકીય કે અન્ય કારણ ના હોઇ આખરે અટકળોનો અંત આવ્યો હતો. બીજીબાજુ, આટલા ઉંચા હોદ્દા પર હોવાછતાં ભરત પંડયા જાતે લાયસન્સ રિન્યુ કરાવવા આવ્યા તે વાતની પણ હકારાત્મક નોંધ લેવાઇ હતી.  સુભાષબ્રીજ પાસે આવેલી આરટીઓ કચેરીમાં આજે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ મુલાકાત લીધી હતી. ભાજપના પ્રવકતા પંડયા આવતાં જ નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણીએ તેમને આવકાર્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. ભાજપના પ્રવકતા પંડયાની આરટીઓમાં મુલાકાતને લઇ કચેરીમાં હાજર અન્ય ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં પણ ઉત્સાહ સાથે જિજ્ઞાસા છવાયા હતા. જો કે, પંડયાએ ફોડ પાડયો હતો કે, તેઓ તેમના લાયસન્સની ટર્મ પૂર્ણ થતી હોઇ રિન્યુ કરાવવા માટે આવ્યા છે. જેથી નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી પ્રવકતા ભરત પંડયાને આરટીઓ જી.એસ.પરમારની ચેમ્બરમાં લઇ ગયા હતા, જયાં ત્રણેય મહાનુભાવોએ મુલાકાત કરી ઔપચારિક વાતચીત કરી હતી. પંડયાએ આરટીઓ કચેરીની સાહજિક માહિતી મેળવી હતી. આરટીઓ પરમારે પણ આરટીઓની અદ્યતન કામગીરીથી તેમને વાકેફ કર્યા હતા. લાયસન્સ રિન્યુની કામગીરી પૂર્ણ થયા બાદ ભરત પંડયા કચેરીમાંથી રવાના થઇ ગયા હતા. જો કે, ભાજપના પ્રદેશ પ્રવકતા પંડયાની આરટીઓ કચેરીમાં મુલાકાતે આરટીઓ સંકુલમાં થોડા સમય માટે પણ ભારે ચર્ચા જગાવી હતી.

Related posts

बापुनगर सीट से सबसे ज्यादा १६ उम्मीदवार चुनाव मैदान में

aapnugujarat

અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણવાડીઓમાં નવરાત્રી દરમ્યાન સરકારી અધીકારીઓ, પદાધીકારીઓ દ્વારા કન્યા પુજન

aapnugujarat

સ્વાતંત્ર્ય સેનાનીની 14મી પૂણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1