Aapnu Gujarat
ગુજરાત

નેશનલ ફુડ સિક્યુરિટી હેઠળ ખેડૂતને ખાસ તાલીમ

કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, બાગાયતી પાકોના ઉત્પાદનમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો તથા યોજનાના પરિણામે રાજ્યમાં ખેડૂતો આ પાકો તરફ વળ્યા છે. ત્યારે વેલાવાળા શાકભાજીના ઉત્પાદનમાં વધારો થાય તે માટે ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. જે આશીર્વાદ રૂપ બની રહી છે. જેના લીધે નોંધપાત્ર વધારો થયો છે. આજે વિધાનસભા ખાતે સુરત જિલ્લામાં ટ્રેલીઝ મંડપ સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, આ યોજના હેઠળ સુરત જિલ્લાના ૭૬૨ લાભાર્થીઓને ૯૧.૩૨ લાખની સહાય ચૂકવાઇ છે. તેમણે ઉમેર્યું કે, વેલાવાળા શાકભાજીનું ઉત્પાદન વધે અને ખેડૂતોને લાભ થાય તે માટે સેન્ટર ઓફ એકસેલન્સ વદરાડ ખાતે ખેડૂતોને એક દિવસની તાલીમ પણ આપવામાં આવે છે. જ્યાં ટકનોલોજીથી આધુનિક ઢબે ખેતી, તંત્રીક માર્ગદર્શન, નર્સરી બનાવવા અંગે માર્ગદર્શન સહિતની વિવિધ તાલીમ પૂરી પડાય છે. તેમણે ઉમેર્યું કે, ટ્રેલીઝ મંડપ સહાય હેઠળ કાચા, અર્ધપાકા અને પાકા મંડપના નિર્માણ માટે વિવિધ સહાય પૂરી પાડવામાં આવે છે. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં બે વર્ષમાં ૫૦૩ જેટલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વાંસદા, ચિખલી, ગણદેવી, ખેરગામ, જલાલપોર અને નવસારીમાં એક એક તાલીમ શિબિર યોજીને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આધુનિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આ પ્રકારે ખેડૂતોને તાલીમ આપી રહી છે.

Related posts

दुनिया का पहला लग्जीरियस ‘क्रिप्टो’ क्रूज शिप होगा कबाड़ में तब्दील, गुजरात आने के लिए हुआ रवाना

editor

ઢોલ-નગારાની સાથે પ્રોપર્ટી ટેક્સ માટેની ઝુંબેશ શરૂ થઇ

aapnugujarat

મુળીનાં સોમાસરમાં થયેલ મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારની તપાસ. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં આપ્યાં તપાસનાં આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1