Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સિવિલ ડિફેન્સ સ્થાપ્ના દિવસની ઉજવણી કરાઈ

૬ ડિસેમ્બર એટલે સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ. આજે ૫૮માં સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝનમાં માનવ અધિકાર પ્રોટેક્શન એન જીઓ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં અમદાવાદ શહેર ઈન્ચાર્જ ચીફ વોર્ડન બાબુભાઈ ઝડપીયા, પીઆઈ શ્રીમાળી, ડિવિઝનના પીએસઆઈ ઘાસુરા, બ્રિજેશ શાહનું માનવ અધિકાર પ્રોટેક્શનના અધ્યક્ષ મેમણ ઝાકીર હુસૈન તેમજ જિજ્ઞાબહેને ફુલહાર તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરી બહુમાન કર્યું હતું. આ ખાસ પ્રસંગે અમદાવાદ મિત્ર પ્રેસ અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડાએ હાજરી આપી હતી તેમજ દાણીલીમડા સિવિલ ડિફેન્સની ટીમ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ : પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

aapnugujarat

કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

editor

રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ : હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1