Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના લઠ્ઠાપુરા ગામમાં ભારતીય કિસાન સંઘની બેઠક મળી

ડભોઈ સેવા સદન ખાતે ગત તા.૦૨/૧૨/૨૦૨૦ના રોજ ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતામાં ડભોઈ તાલુકાના ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ જેવા કે ડભોઈ એ.પી.એમ.સી.માં ખેડૂતોના તમામ પાક જેવા કે દીવેલા, ઘઉં, જુવાર, મકાઈ અને તુવેર તથા અન્ય પાકોને પણ બજાર સમિતિ દ્વારા ખરીદ કરવામાં આવે તથા ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈ ભારતીય સંઘની અધ્યક્ષતામાં સાથે જિલ્લા સંયોજક સુરેશ પટેલ, ઉપ પ્રમુખ ધવલ પટેલ અને મંત્રી મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો દ્વારા ડભોઈ એસ.ડી.એમ. શિવાની ગોયલ ડભોઈ મામલતદાર અને ડભોઈ એપી.એમ.સી.ને આવેદનપત્ર પાઠવ્યું હતું પરંતુ આજ દિન સુધી ડભોઈ તાલુકાના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજ રોજ લઠ્ઠાપુરા ગામે ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતામાં ખેડૂતોની ચર્ચા સભા યોજવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના મેહુલ પટેલે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં અમો ડભોઈ પ્રાંત અધિકારીને ફરી આવેદનપત્ર આપીશું અને ત્યારપછી જો અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો ડભોઈ તાલુકાના ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને જરૂર પડે અમે ખેડૂતો અહિંસાનો માર્ગ અપનાવી ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની જાહેરાત કરાઈ હતી, તેમણે વધુ જણાવતા પ્રમાણે આગામી બે દિવસમાં ભારતીય કિસાન સંઘ અને ડભોઈ તાલુકાના ખેડૂતો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીશું અને પછી પણ સંતુષ્ટ જવાબ ન મળે તો ભારતીય કિસાન સંઘે ઉપવાસ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી જેમાં ભારતીય સંઘના વડોદરા જિલ્લા સંયોજક અને ભારતીય કિસાન સંઘના ડભોઇ તાલુકાના પ્રમુખ સુરેશ પટેલ, ઉપપ્રમુખ ધવલ પટેલ, મંત્રી મહેન્દ્ર પટેલ તથા ડભોઈ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.


( અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

કેશવાનથી ૯૮ લાખની ચોરી કેસમાં બેની કરાયેલ ધરપકડ

aapnugujarat

કોંગ્રેસ દ્વારા એપ્રિલ ફુલ ડેની ફેંકુ દિન તરીકે ઉજવણી કરી

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિકને સુરત પોલીસે અટકાવી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1