Aapnu Gujarat
ગુજરાત

9 ઓગસ્ટથી ભાવનગરથી બે વિશેષ ટ્રેનો દોડશે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

9 ઓગસ્ટથી ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા સુધી બે વિશેષ ટ્રેનો દોડશે
યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટ, 2021 થી આગામી સૂચના સુધી બે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
 ટ્રેન નંબર 09534 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09534 ભાવનગર – સુરેન્દ્રનગર દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 14:00 કલાકે ઉપડશે અને 18:05 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.
 ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ
ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર – ભાવનગર દૈનિક સ્પેશિયલ સુરેન્દ્રનગરથી 18:30 કલાકે ઉપડશે અને 23:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
 ટ્રેન નં. 09510 ભાવનગર-પાલિતાણા દૈનિક સ્પેશિયલ
ટ્રેન નં. 09510 ભાવનગર – પાલિતાણા દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ 06.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 07.45 કલાકે પાલિતાણા પહોંચશે.
 ટ્રેન નં. 09509 પાલિતાણા-ભાવનગર દૈનિક સ્પેશિયલ
ટ્રેન નં. 09509 પાલિતાણા – ભાવનગર દૈનિક સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ 08.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 09.55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
ઉપરોક્ત તમામ ટ્રેનો 9 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. ઉપરોક્ત ટ્રેનોની વિગતવાર માહિતી માટે, યાત્રિયો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

Related posts

कुड़ा फेकने वालों पर मनपा करेगी कार्यवाही, 200-500 रुपये का लगेगा जुर्माना

aapnugujarat

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી

editor

ગુજરાતમાં ૫૦૦૦ બેડની વ્યવસ્થા કરાશે

editor

Leave a Comment

UA-96247877-1