Aapnu Gujarat
ગુજરાત

આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગરમાં આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ થયો છે. કોરોનાને કારણે વિલંબિત પરીક્ષા કોરોનાનો પ્રભાવ ઓછો થતાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે આજથી શરૂ થઇ છે. આ પરીક્ષાઓ ધોરણ- ૧૦ માટે તા. ૧૫-૦૭-૨૦૨૧ થી તા. ૨૭-૦૭-૨૦૨૧ સુધી, ધોરણ- ૧૨ (સામાન્ય પ્રવાહ)ની તા. ૧૫-૦૭-૨૦૨૧ થી તા. ૨૮-૦૭-૨૦૨૧ સુધી અને ધોરણ- ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા તા. ૧૫-૦૭-૨૦૨૧ થી તા. ૨૬-૦૭-૨૦૨૧ સુધી લેવામાં આવશે. આ પરીક્ષામાં ધોરણ- ૧૦ ના ૨૩,૩૪૬ અને ધોરણ- ૧૨ (સા.પ્ર.) ના ૭,૩૮૪ અને ધોરણ – ૧૨ (વિ.પ્ર.) ના ૧,૦૦૮ વિદ્યાર્થીઓ એમ કુલ મળી ૩૧,૭૩૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા માટે કુલ- ૧,૨૯૭ બ્લોક અને ૧૪૪ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે. આજથી પરીક્ષાઓની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઇ છે

Related posts

છોટાઉદેપુરમાં પતિએ પત્ની અને દોઢ વર્ષના પુત્રની નર્મદામાં ફેંકી હત્યા કરી

aapnugujarat

૨૪ ડિસેમ્બરે નર્મદા જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

રાજ્યની ૨૨ એપીએમસીમાં ચૂંટણી ૧૫મી જૂન સુધી મુલતવી

editor

Leave a Comment

UA-96247877-1