Aapnu Gujarat
ગુજરાત

લેખક જયંત પાઠકનુ સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ

ઘોઘંબા તાલુકાનું ગૌરવ એવા કવિ વિવેચક અને સંસ્મરણ લેખક શ્રી જયંત પાઠકની ૧૦૧મી જન્મજયંતી ઉજવવાની જાહેરાત પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ અગાઉ ઘોઘંબા તાલુકાના કાર્યકરો સાથેની મિટિંગમાં કરી છે.
કવિ અને લેખક જયંત પાઠકને પૂર્વ પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક વાતાવરણ પ્રત્યે તેમજ જન્મભૂમિ પ્રેમ હતો એ એમની રચનાઓ અને લેખનો પરથી ખ્યાલ આવે છે ત્યારે વતન ઘોઘંબામાં તેઓનું સન્માન થાય, તેઓનું સંસ્મરણ રહે એ હેતુથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેઓનું એક સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે.
જે સંદર્ભમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા નાયબ કલેકટરને એક રજુઆત પત્ર આપવામાં આવ્યું છે. આ પત્રમાં જણાવ્યું છે કે, કવિ જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, તેઓની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તાલુકાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ જેવી કે કવિતા લેખન ગાન, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવશે અને તાલુકાના વિદ્યાર્થીઓને કવિ જયંત પાઠકના જીવન પરિચય કરાવવામાં આવશે એમ જણાવ્યું છે.જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ અને તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરોએ આ રજૂઆત પત્ર આપ્યું છે.

Related posts

હિંમતનગરની સંજીવની હોસ્પિટલ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું

editor

રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને વન મહોત્‍સવ ઉજવણી કરાઈ

editor

મોટા સમાચાર: પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે મીડિયાને કરશે સંબધોન, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1