Aapnu Gujarat
ગુજરાત

રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને વન મહોત્‍સવ ઉજવણી કરાઈ

ભરતસિંહ પરમાર , સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજ્બ
સુરેન્‍દ્રનગર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્‍લા કક્ષાના ૭૨માં વન મહોત્‍સવ ઉજવણી કાર્યક્રમ કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને લખતર સ્થિત સરકારી આઇ.ટી.આાઈ ખાતે યોજાયો હતો.

    આ પ્રસંગે રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, સામાજિક વનીકરણ ક્ષેત્રે રાજયે હરણફાળ ભરી છે. રાજયના ખેડૂતો ખેતીની સાથે સાથે વૃક્ષોના વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થયા છે, અને તેમની પૂરક આજીવિકામાં વધારો થયો છે. રાજય સરકાર દ્વારા વૃક્ષ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો વૃક્ષોની ખેતી તરફ આકર્ષાય તે હેતુથી ૮૮ પ્રકારના વૃક્ષોની કાપણી તથા તેની ઉપજને વાહતુક માટે લેવી પડતી મંજૂરીમાંથી મુકિત આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, નાના અને સિમાંત ખેડૂતોની જમીનમાં વૃક્ષ વાવેતર માટે રોપા વાવેતર સુધીની તમામ કામગીરી વન વિભાગ દ્વારા કરી આપવામાં આવે છે. વાવેતર થયા બાદ તેના માવજતની કામગીરી ખેડૂત ધ્વારા કરી ૫૦ % થી વધુ જીવંત રોપાની ટકાવારી ઘરાવતા લાભાર્થીને ત્રણ વર્ષમાં રૂા .૨૦,૦૦૦ / હેકટર દીઠ સહાય પેટે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ તકે તેમણે ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૦૪માં કરવામાં આવેલ ગણતરી મુજબ વન બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા જે વર્ષ ૨૦૧૭માં હાથ ધરવામાં આવેલ અભ્યાસ મુજબ ૩૪.૩૫ કરોડ થવા પામેલ છે, આમ વન બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં છેલ્લા ૧૩ વર્ષમાં ૩૭ ટકા જેટલો વધારો થયેલ છે.

આ પ્રસંગે અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પહેલા સુરેન્દ્રનગર જિલ્લાને આવળ, બાવળ અને બોરડીના સુકા પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો પણ હવે નર્મદા નદીનું પાણી જિલ્લાને મળવાથી આજે જિલ્લાના ગામો નંદનવન બનતા જાય છે. આ ઉપરાંત અમદાવાદ વન વિભાગના વન સંરક્ષક ડો. રાજ સંદીપે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીના હસ્તે “નર્સરી સંહિતા” પુસ્તકનું વિમોચન કરાયું હતું તેમજ વન્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારનું રાજ્ય મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું ઉપરાંત લાભાર્થીઓને ચેક તથા નિર્ધૂમ ચૂલાનું પણ વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી વી.એમ. દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ નાયબ વન સંરક્ષકશ્રી એચ. વી. મકવાણાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ બાદ રાજય મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી, વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા, જિલ્લા કલેકટરશ્રી એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.કે.ગવ્હાણે, અગ્રણી સર્વશ્રી શંકરભાઈ વેગડ, દિલીપભાઈ પટેલ, હિંમતભાઈ પાંચાણી અને કિર્તીરાજસિંહ તેમજ વન વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

गुजरात बीजेपी अध्यक्ष जीतू वघानी का बेटा फेल, तीन साल का बैन

aapnugujarat

आधे मोनसून के बाद एक करोड के खर्च से चुना खरीदा जाएगा

aapnugujarat

મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, ભાડૂઆતો બનશે માલિક

editor

Leave a Comment

UA-96247877-1