Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી કેબિનેટના નવા મંત્રીઓ એક્શન મોડમાં : તમામે ચાર્જ સંભાળ્યો

૭ જુલાઈના મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. મંત્રીમંડળના પુનઃગઠન માટે એક મહિનાથી વધારે સમય લેવામાં આવ્યો. આ દરમિયાન ના ફક્ત સાવધાનીપૂર્વક યોગ્ય વિકલ્પોની શોધ કરાઈ, પરંતુ એવા ચહેરાઓની પંસદગી કરવામાં આવી જે મોદી સરકારને પહેલાથી વધારે મજબૂત કરી શકે. મોદી કેબિનેટમાં ડૉ. હર્ષવર્ધનની જગ્યાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે અને તેમણે ગુરૂવારના પોતાનો ચાર્જ સંભાળ્યો.
દેશમાં કોવિડ-૧૯ના કહેરને જાેતા સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયનું મહત્વ ઘણું વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ‘મનસુખ માંડવિયાએ ગુરૂવારના કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે.’ માંડવિયા રસાયણ તેમજ ખાતર મંત્રીનો ચાર્જ પણ સંભાળશે. આ ઉપરાંત મહેન્દ્ર મુંજપુરાએ મહિલા, બાળ વિકાસ અને આયુષ રાજ્યમંત્રી,પરસોત્તમ રૂપાલાએ ડેરી અને પશુપાલન-મત્સ્ય વિભાગ અને દર્શના બેન જરદોશે રેલવે રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો.
અનુરાગ ઠાકુરે પણ ગુરૂવારના સૂચના તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંત્રાલયના માધ્યમથી છેલ્લા ૭ વર્ષોમાં લોકો સુધી પહોંચવાનું મહાન કામ કર્યું છે અને તેઓ આ વારસાને આગળ લઈ જવા માટે ઇચ્છુક છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારીને પુરી કરવા માટે દરેક પ્રયત્ન કરીશ. તો દેશના નવા રેલ્વે મંત્રી તરીકે અધિકારી-ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ચાર્જ સંભાળ્યો.
આ ઉપરાંત નવા ડૉય જીતેન્દ્ર સિંહે કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી તરીકે, કિરેન રિજિજુએ કાયદા મંત્રાલય, રામચંદ્ર પ્રસાદ સિંહે કેન્દ્રીય સ્ટીલ પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

Related posts

जनरल कोटा : रेलवे पहला विभाग, देगा २३००० नौकरियां

aapnugujarat

સાસુ-વહુની જોડી જયપુર પોલીસ માટે માથાનો દુઃખાવો બની

aapnugujarat

જમ્મુમાં આરએસએસનાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આરંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1