Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાસુ-વહુની જોડી જયપુર પોલીસ માટે માથાનો દુઃખાવો બની

જયપુરમાં સાસુ-વહુની એક જોડી પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. સાસુ-વહુ એકબીજા સામે ઘરની બહાર જ ધરણા કરે છે. કયારેક બંને એક બીજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે, તો ક્યારેક રસ્તા પર ઉભા રહીને નારેબાજી કરવા લાગે છે. પોલીસ પણ આ બંનેની ત્રાહિમામ પોકારી ગઈ છે. જયપુરના હરમાડા વિસ્તારમાં એક પરિવાર વચ્ચે ઘણા સમયથી પારિવારીક વિવાદ ચાલી રહ્યો છે. સાસરિયાવાળાઓએ વહુ સુમનને ઘરની બહાર કાઢી મુકી. સુમન થોડા દિવસ પોતાના પિયર શ્રીમાધોપર ચાલી ગઈ હતી. પરંતુ થોડા દિવસ પહેલા સાસરિયે જયપુર પાછી ફરેલી સુમન સસરાના ઘરની બહાર જ ધરણા પર બેસી ગઈ.રસસ્પદ બાબત છે કે સાસરિયા વિરૂદ્ધ ધરણા પર બેઠેલી વહુએ બે મોટા મોટા બેનર પણ લગાવી રાખ્યા છે. જેમાં લખ્યું છે – “સસુરજી ગેટ ખોલો, આપકી બહુ બહાર ખડી હૈ”. જ્યારે બીજા બેનરમાં લખ્યું છે – ” સસુરાલ વાલો સે પ્રતાડિત એક બહુ કા સસુરાલ વાલો કે ખિલાફ દિયા ગયા અનિશ્ચિતકાલીન ધરના”.
સુમનનો આ ઘરણા કાર્યક્રમ ૪ ડિસેમ્બરથી ચાલી રહ્યો છે.વહુએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ હરમાડા પોલીસ સ્ટેશનમાં મારઝુડ અને હેરાન કરવાને લઈને ફરિયાદ દાખલ કરાવી છે. વહુને આસપાસના લોકો અને સગાં-સંબંધીઓ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે.  આ જોઈ સાસુ કમલા દેવીએ વહુની સામે જ ધરણા દીધા છે. સાસુએ પણ બેનર પર લખ્યું છે – “મુઝે મેરી ક્રુર બહુ સે બચાઓ” એટલુ જ નહીં સાસુ કમલા દેવીએ પોતાની વહુ સુમન વિરૂદ્ધ મારપીટની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે.

Related posts

‘મૈં ભી ચોકીદાર’ પર વિપક્ષનું હલ્લાબોલ, માયાવતીએ કહ્યું- ‘ચા વાળામાંથી ચોકીદાર, શું પ્રગતિ થઈ છે’

aapnugujarat

पीएम मोदी के खिलाफ आपत्तिजनक पोस्ट करने पर युवक गिरफ्तार

editor

કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોથી તમામ પ્રભાવિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1