Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોથી તમામ પ્રભાવિત

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો હાલમાં ભારતના મહેમાન બનેલા છે. તેમની અને તેમના પરિવારની સાદગીને લઇને દેશના તમામ લોકો ખુબ જ પ્રભાવિત થયા છે. ગુજરાતી સહિત તમામ લોકો તેમના પરિવારથી ખુબ પ્રભાવિત થવા માટે કેટલાક કારણો રહેલા છે. તેઓ ઉત્તરપ્રદેશના ખુબસુરત આગરાને નિહાવ્યા બાદ ગુજરાતમાં પહોંચ્યા હતા. ગુજરાતમાં તેઓ જુદા જુદા સ્થળ પર પહોંચી ગયા હતા. ટ્રુડો પરિવારની સાદગી તમામ રીતે જોવા મળી છે. આ પરિવાર માત્ર ટ્રાફિક અથવા તો સુરક્ષાની દ્રષ્ટિએ જ નહી બલ્કે ખાવા પીવાની ચીજ મામલે પણ ખુબ સહજ છે. ટ્રુડો પરિવારના સભ્યો આશ્રમ રોડ પર આવેલી હોટેલમાં રોકાયા હતા. સુત્રોએ કહ્યુ છે કે તેમને કોઇ ખાસ ચીજોની માંગ કરી ન હતી. પરિવારે સાદી બ્રેડ, સેન્ડવિચ, ઓરેંજ જ્યુસની સાથે ફ્રેન્ચ ફ્રાઇની મજા માણી હતી. તેમને મીટ અને પાસ્તા ખુબ પસંદ છે. કેનેડાના વડાપ્રધાને મસાલેદાર અને ગુજરાતી ભોજનની મજા માણી ન હતી. તેમના ત્રણ ખુબસુરત બાળકો માટે પિજ્જા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના કાફલા માટે રસ્તાઓને વધારે સમય માટે બંધ કરવામાં આવ્યા ન હતા. અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેઓ ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે ગયા હતા. આ ઉપરાંત ઐતિહાસિક ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે પણ પહોંચ્યા હતા. હવે આવતીકાલે અમૃતસર પહોંચનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહોંચતા પહેલા ભારતના પ્રવાસે પહોંચેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આગરા પહોંચ્યા જ્યાં તેઓએ પરિવાર સાથે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલના દીદાર કર્યા હતા. કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અમદાવાદમાં પોતાની પત્નિ સોફી ગ્રેગોઇર અને ત્રણ બાળકો ઝેવિયર, ઇલાગ્રેસ અને હેડ્રીની સાથે પહોંચ્યા હતા. સમગ્ર પરિવારની સાથે ઐતિહાસિક ગાંધીઆશ્રમમાં પહોંચ્યા હતા. છેલ્લા ૧૮ મહિનામાં ટ્રુડો સરકારના ૧૧ પ્રધાનો ભારત આવી ચુક્યા છે. પોતાની સાત દિવસની યાત્રા દરમિયાન ટ્રુડો હરમંદિર સાહેબના દર્શન માટે પણ પહોંચનાર છે. વડાપ્રધાન તરીકે ટ્રુડોની આ પ્રથમ ભારત યાત્રા છે. તેમની ગુજરાત યાત્રાને લઇને તંત્ર દ્વારા પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તમામ રસ્તાઓને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. પરિવાર સાથે પહોંચેલા ટ્રુડો ખુબ જ આકર્ષણ જમાવી રહ્યા છે અને તેમના અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સાત દિવસની યાત્રાએ ભારત પહોંચેલા છે. શુક્રવારના દિવસે તેઓ દિલ્હી પહોંચનાર છે. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરનાર છે. કેનેડાના મિડિયામાં હાલમાં જુદા જુદા હેવાલ આવી રહ્યા છે.

Related posts

अमेरिका ने भारत को 663 करोड़ रुपये से ज्यादा के सैन्य उपकरणों की बिक्री को मंजूरी दी

editor

સંસદની કેન્ટીનના ભોજનમાંથી કરોળિયો નીકળ્યો

aapnugujarat

સાંસદ મોહન ડેલકર હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી

editor

Leave a Comment

UA-96247877-1